નેશનલ

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ: દિગ્ગજ નેતાઓ લગાવશે એડી ચોટીનો જોર

નવી દિલ્હી: મધ્ય પ્રદેશનાં વિધાનસભાની 230 બેઠકો અને છત્તીસગઢમાં બીજા ચરણમાં 70 બેઠકો માટે 17મી નવેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે હવે બંને રાજ્યમાં આજે એટલે કે બુધવાર 15મી નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા બછી ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે. ચૂંટણી પ્રચારના છેલ્લાં દિવસે આજે બંને રાજ્યમાં બધા જ પક્ષોના દિગ્ગજ નેતાઓ હવે એડીચોટીનો જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અહીં સીધો મુકાબલો છે. તેથી બંને પક્ષો દ્વારા પ્રચાર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

આજે બંને પક્ષોએ પ્રાચર માટે તેમના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ નેતાઓ આજે જનસભા, રેલી અને રોડ શોમાં સામેલ થઇને મતદારોને પોતપોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં પહેલાં ચરણમાં 7મી નવેમ્બરના રોજ 20 બેઠકો માટે મતદાન થઇ ચૂક્યું છે. હવે બધાની નજર 17મી નવેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી પર રહેશે.


આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોઇ પણ પ્રકારની ઉણપ ના રહી જાય તે માટે ભાજપે આજે તમામ મોટા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. છત્તીસગઢમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાતે ત્રણ જનસભાને સંબોધીત કરશે. તેમની પહેલી જનસભા સાજા વિધાનસભા એરિયા, બીજી જનસભા જાંજગીર અને ત્રીજી જનસભા કોરબામાં થશે. ત્યાર બાદ પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા છત્તીસગઢમાં બે જનસભાને સંબોધીત કરશે. તેમની પહેલી જનસભા આરંગ વિધાનસભા એરિયામાં અને બીજી જનસભા અંબિકાપુરમાં થશે.


મધ્ય પ્રદેશની વાત કરીએ તો આજે ભાજપના ઘણાં કદાવર નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવશે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૈહાણ જાતે નર્મદાપુરમ, બૈતૂલ, દેવાસ, રાયનેસ, વિદિશા તથા ભોપાલમાં જનસભા કરશે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પન્ના, અશોકનગર, ભોપાલ તથા છિંદવાડામાં જનસભા કરશે. કેન્દ્રિય પ્રધાન તથા પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતીના સંયોજક નરેન્દ્ર સિંહ તોમર મુરૈનામાં, પાર્ટીના પ્રદેશાધ્યક્ષ તથા સાંસદ વિષ્ણુદત્ત શર્મા સતના અને જબલપુરમાં, કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર, કેન્દ્રિય પ્રધાન પ્રલ્હાદ પટેલ તથા કેન્દ્રિય પ્રધાન ફગ્ગનસિંહ કુલેસ્ત દમોહ અને રાયનેસથી, કેન્દ્રિય પ્રધાન સૃતી ઇરાની જબલપુર તથા બાલાઘાટમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છિંદવાડામાં જનસભા કરી વોટ માંગશે.


ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે પણ ભાજપની જેમ જ તેમના મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બૈતૂલ જિલ્લાના આમલા, બોપાલના બૈરસિયા અને દક્ષિણ પશ્ચિમ વિધાનસભા બેઠક પર જનસભાને સંબોધશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી દતિયા, સીધીમાં જનસભા કરશે. પૂર્વ મુખ્ય પ્રધાન તથા પીસીસી ચીફ કમલનાથ કટની જિલ્લાના વિજયરાઘવગઢ, સિવની જિલ્લાના કેવલારી, બાલાઘાટ જિલ્લાના લાલબર્રા, વારાસિવની, છિંદવાડાના જમઇમાં જનસભા કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો