Madhya Pradesh: ટ્રેન્ડમાં ભાજપને બહુમતી, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અમારી સરકાર ફરી આવી રહી છે | મુંબઈ સમાચાર

Madhya Pradesh: ટ્રેન્ડમાં ભાજપને બહુમતી, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અમારી સરકાર ફરી આવી રહી છે

મધ્યપ્રદેશમાં મતગણતરીના ટ્રેન્ડમાં ભાજપે 122 સીટો પર લીડ મેળવી છે. ભાજપે ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે. કોંગ્રેસ 98 સીટો પર આગળ છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મડિયા પર લખ્યું, “ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય. આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી જીતશે. પુનઃ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. ભાજપના તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન.” મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે કહ્યું- મેં હજુ સુધી ટ્રેન્ડ જોયા નથી, પરંતુ મને મધ્ય પ્રદેશના લોકોમાં વિશ્વાસ છે.


મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન અને ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ કહ્યું, “ભાજપ 125થી 150 સીટો જીતશે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે.”

Back to top button