લોકસભાની ચૂંટણી માટે માધુરી દીક્ષિત સહિત આ નામોની જોરદાર ચર્ચા, મુંબઇનું સમીકરણ બદલાશે?

મુંબઇ: આગામી 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. બધા પક્ષોએ મોરચા બાંધવાની તૈયારી શરુ કરી દીધી છે. અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થવાનો નિર્ણય લઇને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધી હતી. પરિણામે રાજ્યમાં થયેલ રાજકીય ચઢાવ-ઉતાર બાદ આગામી ચૂંટણી માટે મુંબઇના 6 મતદારસંઘોનું ચિત્ર બદલાયેલું લાગે છે. લોકસભા ચૂંટણી 2024 માટે માધુરી દીક્ષિત સહીત આ નામોની હાલ જોરદાર ચર્ચા થઇ રહી છે.
લોકસભાની ચૂંટણી અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં લડીશું એવો દાવો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કર્યો છે. જોકે ભાજપ, શિંદે જૂથ અને અજિત પવારની સામે કોંગ્રેસ, ઠાકરે જૂથ, રાષ્ટ્રવાદી કોંગ્રેસનું શરદ પવાર જૂથના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર મુકાબલો થનાર હોવાથી સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ માટે આ ચૂંટણી 2019ની ચૂંટણી જેટલી સરળ નહીં હોય. એવી ચર્ચાઓ થઇ રહી છે.
ઉત્તમ મધ્ય મુંબઇમાંથી સાંસદ પૂનમ મહાજનને ફરીથી ટિકીટ મળશે કે? કે પછી ધકધક ગર્લ માધુરી દીક્ષિતની ઉમેદવારીથી અહીં નવો ચહેરો આપવામાં આવશે? એવી ચર્ચાઓ પણ થઇ રહી છે. જ્યારે કોંગ્રેસમાંથી બાબા સિદ્દીકી અને નસીમ ખાનના નામોની ચર્ચા થઇ રહી છે.
ઉત્તર પૂર્વ મુંબઇમાંથી સાંસદ મનોજ કોટકને ઉમેદવારી મળશે કે પછી અહીં ભાજપ કોઇ નવો ચહેરો ઉભો કરશે? જ્યારે જો આદેશ આવે તો પોતે આ મતદારસંઘમાંથી ચૂંટણી લડશે તેવો દાવો સંજય રાઉતે કર્યો છે.
શરદ પવાર જૂથના સંજય પાટીલને ફરી અહીંથી ટિકીટ મળશે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શરદ પવાર આ બેઠક સંજય રાઉત માટે છોડી દેશે એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
ઉત્તર મુંબઇમાંથી પ્રવર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને ભાજપ ફરી મોકો આપે તેવી શક્યતાઓ છે. શિવસેના શિંદે જૂથના નેતા તથા ઉત્તર પશ્ચિમ લોકસભા મતદારસંઘના સાંસદ ગજાનન કિર્તીકર તથા શિવસેના નેતા તથા પૂર્વ પ્રધાન રામદાસ કદમ વચ્ચેનો વિવાદ તો બધાને ખબર છે. જોકે એકનાથ શિંદેએ મધ્યસ્થી કરતાં હાલમાં આ બંને નેતાઓ ચૂપ છે. પણ ટિકીટના મુદ્દે ફરી ઘમાસાણ થવાની શક્યતાઓ છે.
ત્યારે ઉત્તર પશ્ચિમ મુંબઇ લોકસભા મતદારસંઘમાંથી પિતા ગજાનન કિર્તીકરની સામે છાકરે જૂથમાંથી ગજાનન કિર્તીકરનો દિકરો તથા ઉપનેતા અમોલ કિર્તીકર વચ્ચે ચૂંટણી જંગ થઇ શકે છે. એવી ચર્ચાઓ પણ થઇ રહી છે.