અમિત શાહને કેમ બનાવવામાં હરિયાણાના ઑબ્ઝર્વર? જાણો શું છે કારણ
Haryana News: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે. 16 ઑક્ટોબરના રોજ ભાજપના ધારાસભ્યના બેઠકમાં વિધાયક દળના નેતા ચૂંટવામાં આવશે. આ માટે ભાજપના સંસદીય બોર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને ઑબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.
શા માટે અમિત શાહને સોંપવામાં આવી ઑબ્ઝર્વરની જવાબદારી
સૂત્રોનો દાવો છે કે વિધાયક દળના નેતા ચૂંટાવાના સમયે અનિલ વીજ સીએમ પદને લઈ દાવો ઠોકી શકે છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી ઈન્દ્રજીત સિંહ પણ મુખ્યમંત્રી પદનો દાવો કરી શકે છે. પાર્ટી હાઈકમાન્ડે આ બંનેના તેવર જોઈને જ અમિત શાહને જવાબદારી સોંપી છે. જે પાછળનો હેતુ પાર્ટીમાં કોઈ જૂથવાદ ન થાય અને તમામ પ્રક્રિયા આરામથી પૂરી થાય તેવો છે.
મનોહર લાલના રાજીનામા બાદ 12 માર્ચે ભાજપના ધારાસભ્ય દળની બેઠક થઈ હતી. બેઠકમાં ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને પાર્ટીના મહાસચિવ તરુણ ચુગને ઑબ્ઝર્વર બનાવ્યા હતા. હરિયાણા ભવનમાં થયેલા બેઠકમાં રાજ્યમાં પ્રભારી બિપ્લબ દેવ પણ હાજર હતા. જ્યારે ધારાસભ્ય દળના નેતા કરીકે નાયબ સૈનીનું નામ સામે આવ્યું ત્યારે પૂર્વ મંત્રી અનિલ વિજ નારાજ થઈ ગયા હતા. તેમની નારાજગી એટલી હદ સુધી હતી કે તેઓ ઑબ્ઝર્વરની સામે જ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
આ વખતે આવી સ્થિતિ ન બને તે માટે હાઈકમાન્ડે પહેલાંથી જ મજબૂત તૈયારી કરી છે. પાર્ટી હાઈકમાન્ડનું માનવું છે કે જ્યારે બેઠકમાં અમિત શાહ હાજર હશે ત્યારે કોઈ વિવાદ ઉભો નહીં થાય અને સરળતાથી નાયબ સૈનીના નામ પર મહોર લાગી જશે. કારણકે ખુદ અમિત શાહે પંચકૂલામાં સૈનીને આગામી મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી.
હરિયાણા ચૂંટણીના કેવા હતા પરિણામ
90 સભ્યો ધરાવતી હરિયાણા વિધાનસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને 48 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસને 37 બેઠક મળી હતી. INLDને 2 તથા અપક્ષને 3 સીટ મળી હતી. ભાજપને 39.94 ટકા વોટ શેર મળ્યો હતો.