નેશનલ

મદરસામાં મૌલવી બાળકોને શીખવાડતો હતો….’RSS આતંકવાદી સંગઠન’, IBએ શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અતરસુઇયા ગામના જે મદરેસામાં નકલી નોટ છાપવાનો પર્દાફાશ થયો હતો તે મદરેસાની વધુ માહિતી બહાર આવી છે. આ મદરેસામાં તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન યુપી પોલીસની ટીમોને આરએસએસ સાથે જોડાયેલા ઘણા પુસ્તકો મળ્યા છે.

મદરેસાના પ્રિન્સિપાલ મૌલવી મોહમ્મદ તફસીરુલ આરીફીનના રૂમમાંથી RSS પર લખેલા વાંધાજનક પુસ્તકો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. ત્યાર બાદ મામલો ગંભીર બન્યો છે.

પોલીસને મૌલવી દ્વારા લખવામાં આવેલી એક બુક મળી આવી હતી. આ બુક દ્વારા મદરેસાના 70 જેટલા બાળકોનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. તેમને શીખવવામાં આવ્યું હતું કે RSS દેશનું સૌથી મોટું આતંકવાદી સંગઠન છે. ગુપ્તચર એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ આ અંગે હજુ સત્તાવાર રીતે બોલવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં આઈબીએ કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ મદરેસા અતરસુઈયા પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર આવેલી છે.

આ પણ વાંચો : ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ

મદરેસામાંથી પોલીસ ટીમને જે બુક મળી છે તેનું નામ છે ‘આરએસએસ દેશનું સૌથી મોટું આતંકવાદી સંગઠન’. ખાસ વાત એ છે કે આ પુસ્તકના લેખક મહારાષ્ટ્રના પૂર્વ આઈજી એસ એમ મુશર્રફ છે. હાલમાં તેમનું મૂળ પુસ્તક ઉર્દૂ ભાષામાં પ્રકાશિત થયું હતું. યુપી પોલીસને આ પુસ્તક મદરેસાના કાર્યવાહક પ્રિન્સિપાલ મૌલવી તફસીરુલ અરીફિનના રૂમમાંથી મળી આવ્યું છે. તપાસ કરવા ગયેલી પોલીસને મૌલવીના રૂમમાંથી ઘણી સ્પીડ પોસ્ટ સ્લિપ મળી આવી હતી. સ્લિપના આધારે પોલીસ એડ્રેસની ચકાસણી કરી રહી છે જેથી તેઓ જાણી શકે કે આ બધી પોસ્ટ ક્યાં મોકલવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button