Live 75th Republic Day 2024: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે ભારતીયોને શુભેક્ષા પાઠવી | મુંબઈ સમાચાર

75th Republic Day 2024: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે ભારતીયોને શુભેક્ષા પાઠવી

75માં પ્રજાસત્તાક દિવસ માટેના મુખ્ય અતિથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને 75માં પ્રજાસત્તાક દિવસ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા X પર વડા પ્રધાન મોદી સાથેનો તેમનો ફોટો પોસ્ટ કરતા મેક્રોને લખ્યું, “મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય લોકોને ગણતંત્ર દિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ. તમારી સાથે હોવાનો મને આનંદ અને ગર્વ છે. ચાલો ઉજવણી કરીએ!”

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના સંદેશમાં લખ્યું કે, ‘આપણા બંને દેશોના સાથે આવતા રાષ્ટ્રીય દિવસો પર, આપણને આપની મિત્રતાની દ્રઢતાની ઉજવણી કરવાનો મોકો મળે છે.’ ઓસ્ટ્રેલિયા પણ 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

Back to top button