Good News: મધ્ય પ્રદેશની સરકારે કાને ધરી જનતાની વાત ને રદ કર્યો આ મહત્વનો પ્રોજેક્ટ
સરકાર જ્યારે જનતાને સાંભળે તેમની લાગણીને માન આપે ત્યારે જનતાને પણ સારું લાગતું હોય છે. મધ્ય પ્રદેશ સરકારે (Madhya Pradesh Government) આવો જ એક નિર્ણય કર્યો છે. જોકે આ માટે જનતાએ આંદોલન ચલાવવું પડ્યું અને સરકારની આંખો ખોલવી પડી, પરંતુ અંત ભલા થતા જનતા ખુશ છે.
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં (Bhopal)લગભગ 2,200 જેટલા ઘર અને બંગલા તોડી પાડી ત્યાં વિધાનસભ્યો અને પ્રધાનો માટે નવા ઘર અને ફ્લેટ્સ બનાવવાનો પ્રોજેક્ટ હાથે ધર્યો હતો. શિવાજી નગર અને તુલસી નગરમાં ઊભા થનારા આ રૂ. 2300 કરોડના પ્રોજેક્ટ માટે અહીંના લગભગ 27,000 જેટલા વૃક્ષો કાપવાનો પ્રસ્તચાવ પણ પાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પર્યાવરણપ્રેમીઓ અને જાહેર જનતાએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ 1970ના ચિપકો આંદોલન (Chipko Andolan) અનુસાર વૃક્ષોને વળગીને તેનો વિરોધ કર્યો હતો. જનતાનો આ રોષ જોઈ સરકારે આખરે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યાની જાહેરાત કરી છે.
મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન વિલાસ વિજયવર્ગીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે અને આ માટે અન્યત્ર કોઈ લોકેશન જોવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તેમના પુત્રએ પણ ટ્વીટ કરી હતી.
મહારાષ્ટ્રમાં આરો કોલોનીમાં મેટ્રોના કારશેડનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર લોકોનું કહેવાનું કાને ધરતી નથી.