નેશનલ

મ. પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવની વરણી

જાતિગત સમીકરણ સાધવા બે નાયબ મુખ્ય પ્રધાનની પણ જાહેરાત

ભોપાલ : ભારતીય જનતા પાર્ટીએ સોમવારે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના નેતા અને ત્રીજી વાર વિધાનસભ્ય બનનાર મોહન યાદવની મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરીને મોટું આશ્ર્ચર્ય સર્જર્યું હતું. ભાજપના મધ્ય પ્રદેશ એકમના વડા વી. ડી. શર્માએ કહ્યું હતું કે ભાજપ વિધાનસભા પક્ષે ૫૮ વર્ષના યાદવની નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા અને આને લીધે તેમનો મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. બેઠક બાદ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપનાર શિવરાજ સિંહ ચૌહાણે યાદવનું નામ સૂચવ્યું હતું. પક્ષના નિરીક્ષકોની હાજરીમાં ભોપાલમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક યોજાઈ હતી. યાદવ કદી મુખ્ય પ્રધાનપદ માટેના મજબૂત દાવેદાર નહોતા.

જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલાને નાયય મુખ્ય પ્રધાન બનાવાશે.

ભાજપે આ ત્રણે નેતાઓની વરણી કરીને એક સાથે અનેક સમીકરણો રચ્યા છે અને ભૂગોળ તથા જાતિની કેમિસ્ટ્ર મારફતે ૨૦૨૪ લોકસભા ચૂંટણી પહેલાં ગણિતને મજબૂત કરવાની કોશિશ કરી છે. જગદીશ દેવડા મંદસૌર અને રાજેન્દ્ર શુકલા
રીવાથી જીતીને વિધાનસભામાં આવ્યા છે. આ ત્રણ નેતાઓની વરણી કરીને ભાજપે માલવા-નિમાડથી માંડીને મહાકૌશલ વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું છે. ભાજપે છત્તીસગઢમાં આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને મુખ્ય પ્રધાન બનાવીને અનુસૂચિત જનજાતિને ખુશ કરવાની કોશિશ કરી હતી. જ્યારે મધ્ય પ્રદેશમાં મોહન યાદવને કમાન આપવાનો નિર્ણય કરીને ઓબીસીને પ્રસન્ન કર્યા છે. જગદીશ દેવડા એસસી નેતા છે. જ્યારે રાજેન્દ્ર શુકલાને ઉપ મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરીને સવર્ણોને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે.

યાદવ શિવરાજ સિંહની સરકારમાં ઉચ્ચ શિક્ષણ ખાતાના પ્રધાન હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની અતિશય નિકટ છે. તેઓે ઉજ્જૈન દક્ષિણની બેઠક જીતીને ત્રીજી વાર વિધાનસભ્ય બન્યા છે. તેઓ પછાત જાતિના કદાવર નેતા છે. ૨૦૦૩થી ભાજપે ચોથીવાર ઓબીસી નેતામાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. ૨૦૦૩માં ઉમા ભારતી મુખ્ય પ્રધાન બન્યાં હતાં. તેમના બાદ ભાજપ વતી બાબુલાલ ગોર અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા ઓબીસી નેતા મુખ્ય પ્રધાન બન્યા હતા. ભાજપે ૧૭ નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૨૩૦ બેઠકમાંથી ૧૬૩ બેઠક જીતી હતી, જ્યારે કૉંગ્રેસ ફક્ત ૬૬ બેઠક મેળવી શકી હતી.

ભાજપે પ્રચાર દરમ્યાન કોઈને મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કર્યા નહોતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના આધારે ચૂંટણી લડી હતી. શિવરાજ સિંહ ચૌહાણ ૨૦૦૫, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૨૦માં એમ ચાર વાર મુખ્ય પ્રધાન બન્યા હતા. ચૌહાણ ભાજપના સૌથી વધારે મુદત રહેનાર મુખ્ય પ્રધાન છે. યાદવ ચૌહાણના અનુગામી બન્યા છે (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…