નેશનલ

અધિકારીની પુત્રી પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કાર

લખનઉ: લખનઉમાં ચાલતી કારમાં એક અધિકારીની પુત્રી પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. જો કે ઘટના બની તે પહેલા આરોપીના ઈરાદાને સમજીને યુવતીએ તેના એક મિત્રને ફોન કર્યો અને વોટ્સએપ પર તેનું લોકેશન પણ શેર કર્યું હતું. પરંતુ તે મિત્રએ ન તો પોલીસને જાણ કરી કે ન તો યુવતીના પરિવારને જાણ કરી.

મિત્રએ આવું કેમ કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેની પૂછપરછ કરવા માટે મહિલા કોન્સ્ટેબલની ટીમ બનાવવામાં આવી છે. તેમજ DCPનું કહેવું છે કે પોલીસ 72 કલાકની અંદર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. કેસની સુનાવણી માટે જિલ્લા ન્યાયાધીશને પણ પત્ર મોકલવામાં આવશે.


ઘટના કંઇક એવી રીતે બની કે પીડિતાના મોબાઈલ ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી. જ્યારે તેણે મનોચિકિત્સા વિભાગની સામે ચાના સ્ટોલ પર કામ કરતા સત્યમને આ બાબતે જણાવ્યું તો તેને સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં મોબાઈલ ચાર્જ કરાવા મૂકાવ્યો અને પછી એમ્બ્યુલન્સને ત્યાંથી દૂર લઈ જવામાં આવી.


પીડિતા સત્યમને ઓળખતી હતી, આતી તેણે આનો ફાયદો ઉઠાવ્યો. મોબાઈલ ફોન લેવાના બહાને સત્યમ યુવતીને ઈ-રિક્ષામાં આઈટી ઈન્ટરસેક્શન પર લઈ ગયો હતો. આ પછી સુહેલ અને અસલમ પોતાની કાર લઈને આઈટી ઈન્ટરસેક્શન પર પહોંચ્યા. સત્યમે જ યુવતીને કારમાં બેસાડીને તેનો મોબાઇલ આપ્યો જેના કારણે યુવતીને તરતજ કંઈ અજુગતુ લાગ્યું નહિ.


ત્યારબાદ આરોપીઓ કારમાં યુવતીને લઇને આઈટી ઈન્ટરસેક્શનથી સીધા નિશાતગંજ પહોંચ્યા જ્યાં તેમણે દારૂ, બિયર અને ગાંજાની ખરીદી કરી. આ જોઇને યુવતીને અંદાજ આવી ગયો કે આ તમામના ઇરાદા ખરાબ છે પરંતુ યુવતી કારમાંથી ઊતરી નહોતી શકતી આતી તેને તેના મિત્રને ફોન કર્યો અને લોકેશન શેર કર્યું. ત્યાં સુધીમાં તો આરોપીઓ યુવતીને બળજબરીથી દારૂ, બિયર અને ગાંજા પીવડાવ્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને માર માર્યો અને ચાલુ કારમાં બળાત્કાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button