LPG Price : ગેસ સિલિન્ડરમાં ભાવમાં 1 ઓકટોબરથી વધારો, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

નવી દિલ્હી : દેશમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરની સવારે એલપીજી ગ્રાહકોને(LPG Price)આંચકો આપ્યો છે. 19 કિલો ગેસના એલપીજી સિલિન્ડરની કિંમત 48.50 થી 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થયો છે. જો કે કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. જે દિલ્હીમાં 803 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.
આજથી શહેરો આ કિંમત
ઈન્ડિયન ઓઈલ મુજબ 1 ઓક્ટોબર 2024થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં 1692.50 રૂપિયા, કોલકાતામાં 1850.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1903 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 39 રૂપિયાનો વધારો થયો હતો અને તે 1691.50 રૂપિયા થઈ ગયો હતો. પહેલા તે 1652.50 રૂપિયા હતો. મંગળવારથી કોલકાતામાં 19 કિલોનો LPG સિલિન્ડર હવે 48 રૂપિયા મોંઘો થયો છે.
હોટલ-રેસ્ટોરન્ટને અસર થશે
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને કારણે રેસ્ટોરાં, હોટલ અને ઢાબાના ખાદ્યપદાર્થોના ભાવ પર અસર પડી શકે છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ આ સ્થળોએ જ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા બે મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો છે. સપ્ટેમ્બર અને ઓગસ્ટમાં પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં રૂપિયા 39 અને ઓગસ્ટમાં રૂપિયા 9નો વધારો થયો હતો.
Also Read –