LPG Price Hike : તહેવારોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ
નવી દિલ્હી : દેશમાં સરકારી ઓઈલ કંપનીઓએ મોંઘવારીનો આંચકો આપ્યો છે. આ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં(LPG Price Hike)વધારો કરવાની જાહેરાત કરી છે. 1 નવેમ્બર 2024થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલે 1 નવેમ્બરથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 62 રૂપિયા વધારો કરતાં સિલિન્ડરનો ભાવ રૂપિયા 1802 થયો છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો
જ્યારે સરકારી ઓઇલ કંપનીઓ મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે જયારે આ વખતે તહેવારોની મોસમ છે. જેમાં નવ વર્ષ બાદ આજ મહિનામાં ઉત્તર ભારતમાં છઠનો તહેવાર પણ ઉજવવામાં આવશે. આ મહિનાથી લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે. અને આ મહિનાની પહેલી તારીખથી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો કર્યો છે.
આજથી ભાવમાં અમલી બનશે આ ભાવ
દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 1740 રૂપિયાથી વધીને 1802 રૂપિયા થયો છે. કોલકાતામાં નવો
ભાવ 1850 રૂપિયાથી વધીને 1911.50 રૂપિયા થયો છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1692.50 રૂપિયાથી વધીને 1754.50 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર
ગેસ હવે રૂપિયા 1964.50માં મળશે.
Also Read – Muhurat Trading: શેરબજારમાં આજે ઉજવાશે દિવાળી, જાણો મુહૂર્ત ટ્રેડિંગનો સમય
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહિ
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક એલપીજી
સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાની અસર રેસ્ટોરન્ટના ભોજનમાં ભાવ પર પડી શકે છે. રેસ્ટોરન્ટ્સ તેમના ફૂડ રેટમાં વધારો કરી શકે છે.