
મુંબઈ : દેશમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી(LPG)ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. એલપીજી સિલિન્ડરના બદલાયેલા ભાવ 1 જુલાઈ, 2025 થી અમલમાં આવ્યા છે. જેમાં ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં 58 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1616. 50 રૂપિયા થઈ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ 1 જુલાઈથી નવી કિંમતો અમલમાં આવી છે. જયારે દિલ્હીમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1723.50 રૂપિયાથી ઘટીને 1665 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, કોલકાતામાં તેની કિંમત 1826 રૂપિયાથી ઘટીને 1769 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં આ સિલિન્ડરની કિંમત 1674.50 રૂપિયાથી ઘટીને 1616. 50 રૂપિયા થઈ છે. આ ઉપરાંત, ચેન્નાઈમાં 1881 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1823.50 રૂપિયામાં મળશે.
હોટલ – રેસ્ટોરાં અને કોમર્શિયલ ગેસ વાપરતા લોકોને ફાયદો
ઉલ્લેખનીય છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં આ પૂર્વે
1 જૂન, 2025 ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 24 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા હતા. આ ભાવ ઘટાડાને લીધે હોટલ, રેસ્ટોરાં, ઢાબા અને અન્ય કોમર્શિયલ સંસ્થાઓને રાહત મળશે. જે મોટા પ્રમાણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો…આજથી બદલાઈ રહ્યા છે આ મહત્ત્વના નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો…