ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણીના પરિણામો પહેલા સિલિન્ડરના ભાવમાં આટલો ઘટાડો

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સાતમા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે અને પરિણામ 4 જૂને આવશે, પણ પરિણામ પહેલા જ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે અને તે 69.50 રૂપિયા સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રૂ. 69.50 ના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે.

આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,676 રૂપિયા છે. આ પહેલા 1 મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો થયો હતો. સિલિન્ડરના ભાવમાં ઘટાડો વેપારીઓ માટે રાહતના સમાચાર છે.

શહેરો પ્રમાણે વાત કરીએ તો દિલ્હીમાં સિલિન્ડર રૂ. 1,676માં મળશે જે અગાઉ રૂ. 1745.50માં મળતું હતું. કોલકાતામાં ભાવ રૂ. 1,787 રહેશે જે અગાઉ રૂ. 1859 હતો, મુંબઈમાં રૂ. 1,629 ભાવ રહેશે જે પહેલાં રૂ. 1,698.50 હતો અને ચેન્નાઈમાં સિલિન્ડરનો ભાવ રૂ. 1,840.50 થયો છે જે અગાઉ રૂ. 1,911 હતો.

એક મહિના પહેલા, 1 મેના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાત્કાલિક અસરથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 19 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1745.50 રૂપિયા હતી. અગાઉ એપ્રિલમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ હતી. જોકે પહેલેથી સિલિન્ડરનો ભાવ એટલો ઊંચો ગયો છે કે આ રાહત લોકો માટે જોઈએ તેટલી સુખદ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button