LPG Cylinder Price : નવા વર્ષની શરૂઆતમાં રાહતના સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી : દેશમાં નવા વર્ષની શરૂઆતમાં રાહતના સમાચાર સાથે થઈ છે. જેમાં આજે ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં(LPG Cylinder Price)ઘટાડો કર્યો છે. જેમાં દિલ્હીથી મુંબઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 14-16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો કર્યો છે, જ્યારે નવા વર્ષની શરૂઆતમાં પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો 19 kg LPG સિલિન્ડરની નવી કિંમતો 1 જાન્યુઆરી 2025 ના રોજ વર્ષના પ્રથમ દિવસે જાહેર કરવામાં આવી છે. IOCLની વેબસાઈટ પર અપડેટ કરાયેલા ભાવ મુજબ 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત હવે 1804 રૂપિયા થઈ ગઈ છે. જે 1 ડિસેમ્બરે 1818.50 રૂપિયા હતી. એટલે કે એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની કિંમતો માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના અન્ય મહાનગરોમાં પણ બદલાઈ ગઈ છે.
મુંબઈ-કોલકાતામાં નવો દર લાગુ દિલ્હી સિવાય કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1 જાન્યુઆરીથી 1927 રૂપિયાથી ઘટીને 1911 રૂપિયા થઈ ગઈ છે. અહીં એક સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે મુંબઈમાં સિલિન્ડરની કિંમતમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત જે ડિસેમ્બરમાં 1771 રૂપિયામાં મળતી હતી તે ઘટીને 1756 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં 1980.50 રૂપિયાની કિંમતનો 19Kg સિલિન્ડર હવે 1 જાન્યુઆરી, 2025થી 1966 રૂપિયામાં મળશે. કોમર્શિયલ સિલિન્ડર ભાવમાં ડિસેમ્બરમાં વધારો કરાયો હતો આ અગાઉ ગત મહિને એટલે કે પહેલી ડિસેમ્બરે 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરે દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1818.50 રૂપિયા થઈ ગઈ છે.
Also read: ઘરમાં છે એલપીજી સિલિન્ડર? તો પહેલાં આ વાંચી લો…
જે નવેમ્બરમાં 1802 રૂપિયા હતી. કોલકાતામાં તે રૂપિયા 1911.50 થી વધીને રૂપિયા 1927, મુંબઇમાં તે રૂપિયા 1754.50 થી વધીને રૂપિયા 1771 અને ચેન્નાઇમાં રૂપિયા 1964.50 થી વધીને રૂપિયા 1980.50 થયો હતો. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ યથાવત ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 જાન્યુઆરીએ પણ તેની કિંમતો સ્થિર રાખવામાં આવી છે અને તે દિલ્હીમાં 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સિવાય કોલકાતામાં તેની કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા યથાવત છે.