આ પ્રેમ નહીં લવજેહાદ જ છેઃ હિન્દુ પ્રેમીકાએ ધર્માન્તરણની ના પાડતા પ્રેમીએ રહેંસી નાખી…

બુરહાનપુરઃ બે અલગ અલગ ધર્મના યુવક-યુવતી પ્રેમમાં પડે ત્યારે એકબીજા પર પોતાનો ધર્મ થોપી શકે નહીં. ખાસ કરીને હિન્દુ યુવતીઓને મુસ્લિમ યુવકો જબરજસ્તી ધર્માન્તરણ કરવાની ફરજ પાડે છે અને આ માટે મટોભાગના રાજ્યમાં લવ જેહાદ વિરોધી કાયદો પણ બન્યો છે.
આવી જ ઘટના મધ્ય પ્રદેશમાં પ્રકાશમાં આવી છે, જેમાં હિન્દુ યુવતીએ મુસ્લિમ પ્રેમીને ધર્માન્તરણ કરવાની ના પાડી દેતા યુવકે તેને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે થોડા કલાકોમાં જ પોલીસે આરોપી યુવકને પકડી પાડ્યો હતો.
હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ
અહીંના નવરા ક્ષેત્રમાં આ ઘટના બની છે. અહીં રહેતી પાયલ નામની 18 વર્ષીય યુવતી પાયલને મુસ્લિમ યુવક રઈસ સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ રઈસ અને તેના પિતા પાયલ પર ધર્મ પરિવર્તનનું દબાણ કરતા હતા, તેમ પાયલની બહેને જણાવ્યું હતું. પાયલની મોતથી ખબર બાદ ગામમાં ધમાલ મચી ગઈ હતી અને હિન્દુ સંગઠનોએ મૃતદેહ ન સ્વીકારવાનું કહી ધમાલ મચાવી હતી.
તેમણે રઈસ પર લવજેહાદના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવે તેમ જ યુવતીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, તેવી માગણી પણ કરી હતી. બે દિવસ અગાઉ કાશ્મીરમાં પણ હિન્દુ યુવતીએ ધર્મપરિવર્તન કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ખબર ફેલાઈ હતી.
આ પણ વાંચો…યુપીમાં યુવતીની હત્યાઃ મુદ્દો ધર્મ કે જાતિનો નહીં, યુવાનોમાં વધી રહેલી હિંસાત્મક વૃત્તિનો છે