નેશનલસ્પેશિયલ ફિચર્સ

લાઉડ ડીજે મ્યુઝિકને કારણે હેમરેજ થઇ શકે છે! છત્તીસગઢમાં બન્યો ચેતવણી રૂપ કિસ્સો…

રાઈપુર: નવરાત્રીનો તહેવાર (Navratri) નજીક આવી રહી છે, પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા મહોત્સવમાં મોટા લાઉડસ્પીકર(Loud Speaker)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવામાં છત્તીસગઢમાં એક ચેતવણી રૂપ ઘટના બની હતી. એક અહેવાલમાં જણાવ્યા મુજબ વધારે સમય લાઉડ ડીજે મ્યુઝિકને સંભાળવાને કારણે એક 40-વર્ષીય શખ્સને બ્રેઈન હેમરેજ (Brain haemorrhage) થયું હતું.

અહેવાલ મુજબ પીડિતને હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો કોઈ તકલીફ પણ ન હતી. લાંબા સમય સુધી અતિશય લાઉડ અવાજ સંભાળવાને કારણે તેને હેમરેજ થયું જોવાનું ડોકટરે જણાવ્યું હતું.

અહેવાલ મુજબ, આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. છત્તીસગઢના બલરામપુર જિલ્લાનો રહેવાસી સંજય જયસ્વાલ વાહનમાં ડીજના સાધનો લોડ કરવામાં મદદ કરતો હતો. એક કાર્યક્રમ દરમિયાન તેને ચક્કર આવવા લાગ્યા, ડોક્ટર પાસે જવાને બદલે તે ઘરે ગયો. સાંજે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ અને તેને માથાનો ગંભીર દુખાવો ઉપાડ્યો અને ઉલ્ટી થવા લાગી.

બીજા દિવસે સવારે, તેની બગડતી તબિયત લથડતા તેને અંબિકાપુર સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો.

હોસ્પિટલમાં, ENT નિષ્ણાતે સીટી સ્કેન કરાવવાની ભલામણ કરી, જેમાં તેના મગજના પાછળના ભાગમાં રક્તવાહિની ફાટવાને કારણે લોહી ગંઠાઈ ગયું હોવાનું જણાયું હતું. ડોક્ટરના જણવ્યા મુજબ, સામાન્ય રીતે, આવી સ્થિતિ હાયપરટેન્શન, ઈજા અથવા ઘાથી ઊભી થાય છે, જેમાંથી કોઈ પણ સ્થિતિ સંજયને લાગુ પડતું નથી. તેનું બ્લડ પ્રેશર 110/70 માપવામાં આવ્યું હતું.

શરૂઆતમાં સંજયે કંઈ જણાવ્યું ન હતું, ત્યાર બાદ તેણે સ્વીકાર્યું કે તેને પહેલી વાર ચક્કર આવ્યા ત્યારે મોટા ડીજે સ્પીકર્સની પાસે લાંબા સમય ઉભો રહ્યો હતો. ત્યાર બાદ ડોકટરોને શંકા થઈ કે મોટા અવાજથી મગજમાં રક્તસ્રાવ થયો હોઈ શકે છે. દરેક વ્યક્તિના ઓસિપિટલ માથાના પાછળનો ભાગ તીવ્ર અવાજના સહન કરી શકે નહીં.

ડોકટરે જણાવ્યું કે વધુ પડતા આવાજને કારણે સાંભળવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે. એક સર્વેક્ષણ મુજબ વધુ પડતા આવાજને કારણે 50 લોકોમાંથી 12 લોકને સાંભળવાની ખોટ વર્તાઈ હતી, જ્યારે 25 લોકોને અનિદ્રા અને ચીડિયાપણું જેવી તકલીફો પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button