નેશનલ

Ram mandir: સોશિયલ મીડિયા પર પણ છવાયા ભગવાન રામ, યુવાનોમાં પણ ભારે ક્રેઝ

આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સૌની સોશિયલ મીડિયાના તમમ પ્લેટફોર્મ પર ભગવાન રામ અથવા રામમંદિરની પ્રતિકૃતિઓ દેખાઈ રહી છે અને લોકો રામલ્લાના આગમનને વધાવી રહ્યા છે. મોટાભાગની સોસાયટીઓ કે બિઝનેસ કોમ્પ્લેકસ કે પછી નાનીનાની દુકાનો બહાર રામનામના ઝંડા લહેરાય છે તો સોસાયટીઓ ગઈકાલ રાતથી જ રોશનીથી ઝગમગી રહી છે. પોતે જે રીતે પણ આ પાવન દિવસ મનાવી રહ્યા છે તેના ફોટા વીડિયો લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. અમેરિકાના સાન ફ્રાન્સિસકોથી માંડી સુરત શહેરની સોસાયટીઓ, રસ્તા, જાહેર સ્થળોના ફોટા અને વીડિયો લોકો શેર કરી રહ્યા છે.

એક નાનકડી છોકરી ભગાવનનું ભજન ગાઈ રહી છે તેને જોઈને લોકોનું મન ખુશ થઈ રહ્યું છે. તો મોટાભાગના જાહેર સ્થળોએ સુંદર લાઈટ્સ અને લેસર શૉથી ભગવાન રામના ચિત્રો ઊભા થઈ રહ્યા છે તે જોવા માટે રોકો રોકાઈ જાય છે. બીજી બાજ અયોધ્યા પહોંચેલા મહેમાનો પણ પોતાના ફોટા અને ત્યાંની સાજસજ્જાના વીડિયો શેર કરી રહ્યા છે જે સતત સોશિયલ મીડિયા પર લાખો લોકો જોઈ રહ્યા છે. દેશ આખો રામમય બન્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ પ્રભુરામ છવાયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button