ભગવાન જગન્નાથે બચાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ: ઇસ્કોન
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ઈસ્કોને મોટું નિવેદન આપ્યું છે. ઇસ્કોનનું કહેવું છે કે ભગવાન જગન્નાથના દૈવી હસ્તક્ષેપને કારણે ટ્રમ્પ નાની ઇજાઓ સાથે હત્યાના પ્રયાસમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા.
બરાબર 48 વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જગન્નાથ રથયાત્રા માટે આશાનું કિરણ બનીને ઊભરી આવ્યા હતા. આજે, જ્યારે વિશ્વ ફરીથી જગન્નાથ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, અને જગન્નાથે તેમને બચાવીને તેમની પર કૃપા કરી હતી.
જુલાઈ 1976 માં, ડોનાલ્ડ ટ્રમ્પે ઈસ્કોન ભક્તોને રથયાત્રાનું આયોજન કરવામાં મદદ કરી હતી અને રથના નિર્માણ માટે તેમનું ટ્રેન યાર્ડ મફતમાં પૂરું પાડ્યું હતું.
ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમણદાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે લગભગ 48 વર્ષ પહેલાં, જ્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) ન્યુ યોર્ક સિટીમાં પ્રથમ રથયાત્રાનું આયોજન કરવાની યોજના બનાવી રહી હતી, ત્યારે પડકારો ઘણા બધા હતા. જ્યારે ફિફ્થ એવન્યુ પર પરેડ પરમિટ મેળવવી એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, ત્યાં એક વિશાળ ખાલી જગ્યા શોધવી જ્યાં રથ બાંધી શકાય તે પણ ક્યારેય સરળ નહોતું. તેઓએ શક્ય દરેક વ્યક્તિના દરવાજા ખખડાવ્યા, પરંતુ નિરર્થક રહ્યા હતા. ત્યારે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૃષ્ણ ભક્તો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યા હતા.
ભક્તોની નિરાશા ચરમસીમાએ હતી, તેમની આશાઓ લગભગ તૂટી ગઈ હતી. જેનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે તમામ પેઢીના માલિકોએ જણાવ્યું હતું કે તેઓ પેન્સિલવેનિયા રેલ યાર્ડમાં તે જમીન વેચાઇ ગઇ છે. જગન્નાથ યાત્રા માટે રથ બાંધવા માટે આ સ્થાન સૌથી યોગ્ય હતું. થોડા દિવસો પછી, તેમને કહેવામાં આવ્યું કે ટ્રમ્પે જૂના રેલવે યાર્ડની જમીન ખરીદી છે. ભક્ત પ્રસાદ સાથે ટ્રમ્પની ઓફિસે પહોંચ્યા. ટ્રમ્પના સેક્રેટરીએ આ ઓફર સ્વીકારી લીધી પરંતુ એમ પણ કહ્યું કે ટ્રમ્પ જગ્યા આપવા માટે સહમત નહીં થાય. પરંતુ એક ચમત્કાર થયો હતો. ટ્રમ્પે રથના ઉત્પાદન માટે ખુલ્લા રેલ યાર્ડના ઉપયોગને મંજૂરી આપી હતી. ભગવાન જગન્નાથે આજે ટ્રમ્પનો જીવ બચાવીને ભક્તિનું ઋણ ચુકવી દીધું છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો . તેઓ આ હુમલામાં બચી ગયા હતા અને તેમના જમણા કાન પર ઘસરકો કરીને ગોળી નીકળી ગઇ હતી.
Also Read –