
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને એ જ અનુસંધાનમાં આ મહિનામાં પાંચ દિવસ બાદ એટલે કે 18મી ઓક્ટોબરના સૂર્ય ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્ય રાશિ પરિવર્તન કરીને તુલા રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે.
તુલામાં સૂર્યનું સંક્રમણ મોટા ફેરફારો લાવશે કારણ કે તુલા રાશિનો સ્વામી શુક્ર ધન, વૈભવ, આકર્ષણ અને પ્રેમનો કારક ગ્રહ માનવામાં આવે છે. એમાં પણ પાંચ એવી રાશિઓ છે કે જેના જાતકો માટે આ ગોચરથી ગોલ્ડન ડેઝની શરૂઆત થવા જઈ રહી છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ પાંચ રાશિઓ કે જેના માટે 18મી ઓક્ટોબરના સૂર્યનું સંક્રમણ થતાંની સાથે જ કઈ રાશિના લોકો જીવનમાં શુભ પરિણામ લાવશે.

મિથુન રાશિના જાતકો માટે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ કારકિર્દીમાં મોટો ફાયદો કરાવશે. આ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન કોઈ મોટી તક મળી શકે છે. નવી નોકરીની શોધ પૂરી થશે. તમે ઉચ્ચ શિક્ષણ માટે કોઈ મોટી સંસ્થામાં પ્રવેશ મેળવી શકો છો. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે.

કર્ક રાશિના જાતકો માટે સૂર્યનું આ સંક્રમણ આર્થિક દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી નિવડવાનું છે. આ લોકોની આવક વધી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. રોકાણ માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થવાનો છે.

સૂર્ય તુલા રાશિમાં સંક્રમણ કરશે અને આ લોકોને શુભ ફળ આપશે. આ લોકોને આર્થિક લાભ થશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ મોટું કામ કે પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે. જીવનમાં ખુશીઓ દસ્તક આપશે.

ધનુ રાશિના લોકોના જીવનમાં સૂર્યનું સંક્રમણ કરિયર અને આર્થિક પ્રગતિ સંબંધિત ઘણી તકો આપી શકે છે. તમને કોઈ મોટું પદ મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. નવી નોકરી મળી શકે છે. તમે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો.

મીન રાશિના લોકો માટે સૂર્યનું સંક્રમણ વરદાનથી ઓછું સાબિત થવા જઈ રહ્યો છે. તમને દરેકનો જરૂરી સહયોગ મળશે અને તમે સફળતા પ્રાપ્ત કરશો. પ્રોપર્ટીમાં રોકાણ કરવાની મોટી તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આર્થિક લાભ થશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે.