નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election 2024 : પશ્ચિમ બંગાળ પર પીએમ મોદીની મોટી ભવિષ્યવાણી, કહ્યું ચોંકાવી દેશે પરિણામ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi) એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના (West Bengal) પરિણામો બધાને ચોંકાવી દેશે. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં (Loksabha Election 2024) જો કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય હશે તો તે પશ્ચિમ બંગાળ હશે. તેમણે કહ્યું, ભાજપને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સફળતા મળી રહી છે.ત્યાંની ચૂંટણીઓ એકતરફી છે. TMCના લોકો હેરાન છે. સતત હત્યાઓ થઈ રહી છે. ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરોને જેલમાં નાખવામાં આવી રહ્યા છે.

મારી સરકારમાં ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ

પીએમ મોદીએ ભ્રષ્ટાચાર અને ED પર ઉઠાવવામાં આવી રહેલા સવાલો પર વાત કરતા કહ્યું કે,મોદી સરકારનો આદેશ શું છે? મોદી સરકારે તેના અધિકારીઓને કહ્યું છે કે મારી સરકારમાં ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ રહેશે. હવે ઓફિસમાં બેઠેલા લોકોએ તેનો અમલ કરવો પડશે. મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 34 લાખ રૂપિયા પકડાયા હતા. હવે 2200 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા અને તેનું સન્માન થવું જોઈએ તેની પર ગાળાગાળી કોઇ સ્થાન નથી. આનો અર્થ એ છે કે જેના નાણાં પકડાય છે તેઓ બૂમો પાડી રહ્યા છે.

Also Read – પૂર્વાંચલની આ 8 સીટો ભાજપનો ખેલ બગાડી શકે છે, જાણો વિગત

મોદીએ કલમ 370 હટાવ્યા બાદ આવેલા ફેરફારો પર વાત કરી

370 હટાવવા અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ ન તો કાશ્મીરના લોકોનો એજન્ડા હતો અને ન તો દેશના લોકોનો એજન્ડા. તેઓ પોતાના ફાયદા માટે આનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે જો 370 હટાવવામાં આવે તો કાશ્મીર સળગી ઉઠશે. પરંતુ આજે એ વાત જોવા મળી છે કે 370 હટાવ્યા બાદ કાશ્મીરના લોકોમાં એકતા વધી રહી છે અને તેની અસર ચૂંટણીઓ અને જી-20માં પણ જોવા મળી રહી છે.

પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલના આરોપનો જવાબ આપ્યો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે પીએમ મોદી નક્કી કરે છે કે કોણ જેલમાં જશે. જેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, સારું હશે કે આ લોકો બંધારણ વાંચે, દેશના કાયદા વાંચે, મારે કહેવાની જરૂર નથી. પીએમ મોદી અનામત ખતમ કરી દેશે તેવા વિપક્ષના આરોપ પર તેમણે કહ્યું કે, તેમણે આ પાપ કર્યું છે. હું તેમની વિરુદ્ધ બોલું છું અને તેથી જ તેમને ખોટું બોલવા માટે આવી વાતોનો સહારો લેવો પડે છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ