.. તો શું, યુતિ તૂટયાના 6 વર્ષ પછી ચંદ્રબાબુ નાયડુ એનડીએમાં વાપસી કરશે?
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ અને અભિનેતામાંથી રાજનેતા બનેલા જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેઓએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની શક્યતા પર વાતચીત કરી હતી. બીજેપી પ્રમુખ જેપી નડ્ડા પણ ચર્ચાનો ભાગ હતા. આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા અને 175 વિધાનસભા બેઠકો છે અને ભાજપ આઠથી 10 સંસદીય બેઠકો પર ચૂંટણી લડવા આતુર છે.
ટીડીપી અગાઉ ભાજપની આગેવાની હેઠળના એનડીએનો ભાગ હતો, પરંતુ નાયડુ રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે 2018માં તેમાંથી બહાર નીકળી ગયા હતા. સૂત્રોએ કહ્યું છે કે બંને પક્ષો હાથ મિલાવવા તૈયાર છે, પરંતુ બધું સીટની વહેંચણી પર નિર્ભર છે. ટીડીપીના નેતાઓએ કહ્યું છે કે આ અંગે નિર્ણય લેવામાં વિલંબ યોગ્ય નથી, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે. કોઈપણ અસ્પષ્ટતા પક્ષના કાર્યકરો અને સમર્થકોને મૂંઝવણમાં મૂકશે.
ચંદ્રાબાબુ નાયડુ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ શાહ અને જેપી નડ્ડાને મળ્યા હતા, એવી અટકળોને વેગ આપ્યો હતો કે તેઓ ગઠબંધન તરફ આગળ વધી રહ્યા છે.
બિહારમાં નીતીશ કુમારની આગેવાનીવાળી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ની વાપસી પછી તાજેતરમાં અપડેટ્સ, યુપીમાં જયંત ચૌધરીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકદળ (આરએલડી), કર્ણાટકમાં એચડી દેવેગૌડાના નેતૃત્વમાં જનતા દળ સેક્યુલર (જેડીએસ) એનડીએમાં પાછા ફર્યા હતા. નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળ (બીજેડી) ઓડિશામાંથી સત્તાધારી પક્ષમાં જોડાવા અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ અને બીજેડી વચ્ચે દિલ્હીથી ભુવનેશ્વર સુધી બેઠકોનો દોર ચાલી કહ્યો છે. એવી અટકળો પણ વહેતી થઈ હતી કે ભાજપ અને બીજુ જનતા દળ, તેમના જોડાણને અંતિમ સ્વરૂપ આપવાના આરે છે કારણ કે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બુધવારે અલગ-અલગ બેઠકો યોજી હતી અને આવી શક્યતાના સંકેતો આપ્યા હતા.ત્યાં તો હવે આંધ્ર પ્રદેશમાંથી ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સત્તાધારી પક્ષમાં જોડાવા અંગે વાટાઘાટોની માહિતી મળી રહી છે.