loksabha સંગ્રામ 2024ટોપ ન્યૂઝનેશનલ

3 રાજ્યોમાં BJP જીત તરફ , વડા પ્રધાન મોદી સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરશે

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડ્સમાં ભારતીય જનતા પાર્ટી ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસને પાછળ છોડીને ટ્રેન્ડમાં બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો છે. છત્તીસગઢમાં પણ ભાજપ કોંગ્રેસને ટક્કર આપી રહી છે.

આવી સ્થિતિમાં ભાજપમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે સાંજે 5 વાગ્યાથી ભાજપના મુખ્યાલયમાં ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. તેઓ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.


તેલંગાણામાં, જ્યાં પાર્ટીએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક સીટ જીતી હતી, આ વર્ષે તે સવારના 10:00 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ અનુસાર બે સીટ પર આગળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button