છત્તીસગઢમાં બદલાઈ શકે છે ચિત્ર : કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો જંગ
છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપથી આગળ ચાલી રહી છે પરંતુ ભાજપ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે અને બરાબરની ટક્કર મારી રહી છે ચૂંટણી પંચના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો ભાજપ 31 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 28 બેઠકો પર છે.
આ બધા વચ્ચે ભાજપના નેતા રમણસિંહ એવો દાવો પણ કર્યો છે કે છત્તીસગઢમાં પણ ભગવો લહરાશે. જો કે અગાઉના ટ્રેન્ડની વાત કરીએ તો કોંગ્રેસ ભાજપ કરતાં લગભગ 20 બેઠક પર આગળ હોવાનું જણાઈ રહ્યું છે .
છત્તીસગઢમાં કુલ ૯૦ બેઠકો પર મતદાન થયું હતું અને ૯૦ બેઠકોમાંથી 46 નો આંકડો બહુમતી માટે મહત્વનો હોય છે આ આંકડો ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો કોંગ્રેસે પાર કરી લીધો છે, પરંતુ ચૂંટણીપંચના પરિણામો તખતો બદલી પણ શકે છે તેવું હાલ જણાઈ રહ્યું છે. જોકે બંને વચ્ચે બરાબરની ટક્કર જામી છે અને જે પણ કોઈ જીતશે તે ખૂબ જ ઓછી સરસાઈ જીતશે એટલે કે ઓછી બેઠકોથી જીતશે છે તે અત્યારે લાગી રહ્યું છે .
જો આ રાજ્ય પણ ભાજપ સર કરી લે તો કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટો ઝટકો હશે. લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી આજે ચાર રાજ્યોનું પરિણામ આવી રહ્યું છે .આ પરિણામમાં તેલંગાણા ને બાદ કરતા ત્રણેય રાજ્યોમાં ભાજપે સારો દેખાવ કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે .જોકે દરેક રાજ્યમાં કોંગ્રેસ પણ બરાબરની ટક્કર આપી રહી છે .આ જોતા ચિત્ર સ્પષ્ટ થાય નહીં ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે કોને કેટલા રાજ્યો સર કર્યા છે, પરંતુ હાલમાં ભાજપ મધ્યપ્રદેશ અને રાજસ્થાન માં સત્તા મેળવે તેમ જણાઈ રહ્યું છે. જ્યારે છત્તીસગઢ મોટેભાગે કોંગ્રેસને ભાગે જશે તેમ અત્યાર નો ટ્રેન્ડ બતાવી રહ્યો છે.