લોકસભામાં હોબાળા મુદ્દે અધ્યક્ષનો વિપક્ષી સાંસદોને ઠપકો: કહ્યું જનતાએ તમને તોડફોડ કરવા નથી મોકલ્યા" | મુંબઈ સમાચાર
નેશનલ

લોકસભામાં હોબાળા મુદ્દે અધ્યક્ષનો વિપક્ષી સાંસદોને ઠપકો: કહ્યું જનતાએ તમને તોડફોડ કરવા નથી મોકલ્યા”

નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણનો મુદ્દે વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. આજે સોમવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરાવ્યો હતો, જો કે તે દરમિયાન વિપક્ષી દળોના સભ્યોએ SIRના મુદ્દે હોબાળો મચાવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આજે સોમવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી દળોના સાંસદોએ બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના મુદ્દા પર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહમાં શાંતિ જાળવવા અને કાર્યવાહી ચલાવવા સહકાર આપવા અનુરોધ કર્યો હતો, પરંતુ વિપક્ષી પાર્ટીઓના હોબાળાને જોઈને તેમણે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

જનતાએ આ માટે નથી મોકલ્યા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, જેટલી જોરથી તમે નારાબાજી કરી રહ્યા છો, તેટલા જોરથી પ્રશ્ન પૂછશો તો દેશની જનતાનું કલ્યાણ થશે. ઓમ બિરલાએ વિરોધ પક્ષના સભ્યોને ઠપકો આપતા કહ્યું હતું કે, તમને જનતાએ સરકારી સંપતીને નુકસાન પહોચાડવા માટે નથી મોકલ્યા. તેમણે સભ્યોને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈપણ સભ્યને અધિકાર નથી કે તે સરકારી સંપતીને તોડવાનો પ્રયાસ કરે. જો તમે સરકારી સંપતિ ને નુકસાન પહોચાડવાનો પ્રયાસ કરશો,તો મારે કોઈ નિર્ણાયક પગલાં લેવા પડશે. અનેક વિધાનસભાના સભ્યોની વિરુદ્ધ કાર્યવાહી થઇ છે,

શું છે બિહાર SIRનો વિવાદ?

બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)નો મુખ્ય મુદ્દો વિપક્ષી પાર્ટીઓ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો છે. વિપક્ષનો આરોપ છે કે આ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ રહી છે અને તેના કારણે લાખો લાયક મતદારોના નામ જાણી જોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓનો દાવો છે કે આ પ્રક્રિયા હેઠળ લગભગ 65 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ નામોમાં મુખ્યત્વે ગરીબ, દલિત અને લઘુમતી સમુદાયોના મતદારોનો સમાવેશ થાય છે, જેમને મતદાનના અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો…લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button