કોલકાતાઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election)ને લઈ ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, ત્યાર બાદ આજે પશ્ચિમ બંગાળની સૌથી મોટી પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન ક્રિકેટર મહોમ્મદ શમીને ટિકિટ આપવાની જાહેરાતના અહેવાલ વચ્ચે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાનને કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સામે ચૂંટણીના જંગમાં ઉતરશે.
પાટનગર કોલકાતામાં ટીએમસનાં પ્રમુખ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને આક્રમક બોલર યુસુફ પઠાનને પણ ટિકિટ આપવા સાથે 42 ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
ઉપરાંત, કિર્તી આઝાદ (પૂર્વ ક્રિકેટર)ને દુર્ગાપુરથી, આસનસોલથી શત્રુઘ્ન સિંહા, મહુઆ મોઈત્રાને કૃષ્ણાનગરથી તેમજ સુપરસ્ટાર અભિનેત્રી રચના બેનરજી હુગલથી ચૂંટણી લડશે.
લોકસભાની ચૂંટણીમાં બહરામપુરથી યુસુફ પઠાન (પૂર્વ ક્રિકેટર) જલપાઈગુડીથી નિર્મલ ચંદ્ર રોય, દાર્જીલિંગથી ગોપાલ લામા, રાયંગજથી કૃષ્ણ કલ્યાણી, બાલુરઘાટથી બિપ્લવ મિત્રા, માલ્દા ઉત્તરથી પ્રસૂન બેનરજી, માલ્દા દક્ષિણથી શાહનવાજ અલી રેહાનના નામની જાહેરાત કરી છે.
બશીરબાટથી રાજી નુરુલ ઈસ્લામ (જ્યાંથી નુસતરની ટિકિટ કાપવામાં આવી છે.