લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ

રૂપાલાના સવાલના જવાબમાં આપી માહિતી

અમદાવાદઃ સંસદના ચોમાસું સત્રમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાનને વર્ષ 2025-26 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારની પહલની વર્તમાન સ્થિતિ શું છે અને આ અંગે શું પ્રગતિ થઈ, કયા કયા પડકારો છે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા લાગુ કરવા કઈ યોજનાઓ છે, આ પહલનો ખેડૂતોની આવક પર શું પ્રભાવ પડ્યો સવાલ પૂછ્યા હતા.

જેનો જવાબ આપતાં કૃષિ તથા ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું, ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ 2013-14ના 21,933.50 કરોડ રૂપિયાથી વધારીને વર્ષ 2025-26માં 1,127,290.16 કરોડ રૂપિયા કર્યું છે. નાના અને સીમાંત ખેડૂતો સહિત તમામ ખેડૂતોની આવક વધારવા અને કૃષિના વિકાસ માટે કૃષિ તથા કિસાન કલ્યાણ વિભાગ વિવિધ યોજનાઓ ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો: પવારે ખેડૂતોની આવક બમણી કરવાના મોદીના આશ્ર્વાસનની ટીકા કરી, આત્મહત્યા બમણી થઈ હોવાનો દાવો

ખેડૂતોની ફરિયાદોના સમાધાન માટે કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 22 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800 180 1551 સાથે કિસાન કૉલ સેન્ટર ચલાવવામાં આવે છે. આ ઉપરાંત 29 મે થી 12 જૂન, 2025 સુધી ચલાવવામાં આવેલું વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એક મોટું સંપર્ક અભિયાન હતું. વૈજ્ઞાનિકો અને રાજ્ય કૃષિ અધિકારીઓની ટીમે 60917 કાર્યક્રમોના માધ્યમથી 1.4 લાખથી વધારે ગામડાના 1.35 કરોડ ખેડૂતોનો સીધો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોની વધતી મુશ્કેલી: કૃષિ NPA ₹6127 કરોડ પર પહોંચી

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવતી મુખ્ય યોજનાઓ/કાર્યક્રમો

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન)
  • પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના (પીએમ-કે.એમ.વાય.)
  • પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પી.એમ.એફ.બી.વાય.)/રીસ્ટ્રક્ચર્ડ વેધર બેઝ્ડ ક્રોપ ઈન્સ્યોરન્સ સ્કીમ (આર.ડબલ્યુ.બી.સી.આઈ.એસ.)
  • સુધારેલ વ્યાજ સબસિડી યોજના (એમ.આઈ.એસ.એસ.)
  • એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એ.આઈ.એફ.)
  • 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફ.પી.ઓ.) ની રચના અને સંવર્ધન
  • રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન (એન.બી.એચ.એમ.)
  • નમો ડ્રોન દીદી
  • રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન (એન.એમ.એન.એફ.)
  • પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ-આશા)
  • સ્ટાર્ટ-અપ અને ગ્રામીણ ઉદ્યોગો માટે એગ્રી ફંડ (એગ્રીશ્યોર)
  • પ્રતિ બુંદ અધિક ફસલ (પી.ડી.એમ.સી.)
  • કૃષિ મશીનીકરણ ઉપ-મિશન (એસ.એમ.એ.એમ.)
  • પરંપરાગત કૃષિ વિકાસ યોજના (પી.કે.વી.વાય.)
  • સોઈલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી (એસ.એચ. એન્ડ એફ.)
  • વરસાદ આધારિત ક્ષેત્ર વિકાસ (આર.એ.ડી.)
  • કૃષિ વાનસ્પતિ
  • પાક વૈવિધ્યકરણ કાર્યક્રમ (સી.ડી.પી.)
  • કૃષિ વિસ્તરણ ઉપ-મિશન (એસ.એમ.એ.ઈ.)
  • બીજ અને રોપા સામગ્રી ઉપ-મિશન (એસ.એમ.એસ.પી.)
  • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને પોષણ મિશન (એન.એફ.એસ.એન.એમ.)
  • ઈન્ટીગ્રેટેડ સ્કીમ ફોર એગ્રીકલ્ચર માર્કેટિંગ (આઈ.એસ.એ.એમ.)
  • એકીકૃત બાગાયત વિકાસ મિશન (એમ.આઈ.ડી.એચ.)
  • રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન (એન.એમ.ઈ.ઓ.)- ઓઈલ પામ
  • રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન (એન.એમ.ઈ.ઓ.)- તૈલીબિયાં
  • ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર જૈવિક મૂલ્ય શ્રુંખલા વિકાસ મિશન
  • ડિજિટલ એગ્રીકલ્ચર મિશન
  • રાષ્ટ્રીય વાંસ મિશન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button