ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

West Bengalમાં પરિણામો પહેલા જ વિસ્ફોટઃ પાંચ ઘાયલ

કોલકાત્તાઃ લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ પશ્ચિમ બંગાળમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના જાદવપુર લોકસભા મતવિસ્તારમાં જણાવવામાં આવી રહી છે. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.

આ વિસ્ફોટ જાદવપુરના ભાંગુડ બ્લોક 2ના ઉત્તર કાશીપુરના ચાલતાબરિયામાં થયો હતો. આ વિસ્ફોટમાં ISFના પંચાયત સભ્ય સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંગાળ પોલીસે જણાવ્યું કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. તમામ ઘાયલોની SSKM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દરમિયાન બંગાળમાં ચૂંટણી સમયે થયેલા તોફાનોને ધ્યાનમાં રાખી અહીં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. બંગાળમાં મત ગણતરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તમામ કેન્દ્રો બહાર અને રાજકીય પક્ષોના કાર્યાલયો બહાર પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LIVE Lok Sabha Election 2024 Result:

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button