નેશનલ

Lok Sabha Election: Rajasthanમાં ભાજપના રકાસ બાદ ધમાસાણ, આ પ્રધાને આજે રાજીનામું આપે તેવી સંભાવના

જયપુરઃ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભાજપ-એનડીએને ઝટકો મળ્યો છે ત્યારે આ યાદીમાં રાજસ્થાનનું નામ પણ છે. અહીં ભાજપને 11 બેઠકનું નુકસાન થયું છે. રાજ્યની 25 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો મળી છે. અહીં ભાજપે 2024 અને 2029માં કિલ્ન સ્વિપ કરી હતી અને 25માંથી 25 બેઠક મેળવી હતી. આ વખતે પણ આવી જ આશા હતી અને કૉંગ્રેસને ઉથલાવી વિધાનસભામાં ભાજપ સત્તામાં આવી હોવા છતાં અહીંથી પક્ષે 11 બેઠક ગુમાવી છે. હવે રાજસ્થાન ભાજપમાં ધમાસાણ મચ્યું હોવાનું જાણવા મળે છે.

પૂર્વ રાજસ્થાનમાં ભાજપે તમામ બેઠકો ગુમાવી છે. અહીં 7 બેઠકોની જવાબદારી કિરોડી લાલ મીણાને આપવામાં આવી હતી પરંતુ ભાજપે આ બેઠકો ગુમાવી હતી. તેથી હવે કિરોડી લાલ મીણા આજે રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો તેઓ આજે જ રાજીનામું આપે તેવી સંભાવના છે.

ભારતના ચૂંટણી પંચે લોકસભાની તમામ 543 બેઠકોના અંતિમ પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો પર અને કોંગ્રેસને 99 બેઠકો પર વિજયી જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે લોકસભામાં 543 સભ્યો છે, પરંતુ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી બિનહરીફ ચૂંટાયા બાદ 542 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

મત ગણતરી દરમિયાન જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ ઘણા ઉમેદવારોના હાથમાં નિરાશા આવી. ભાજપે 400 પારનો નારો આપ્યો હતો અને તમામ એક્ઝિટ પૉલ્સે એકલા ભાજપને 300થી 360 બેઠક આપી હતી તેમ જ એનડીએ 380થી 400 પાર કરશે તેવી શક્યતાઓ દેખાતી હતી, પંરતુ એકલા ભાજપને બદલે એનડીએના પક્ષો સાથે મળીને પણ 300 પાર કરી શક્યા નથી. જોકે તેમ છતાં એનડીએ પાસે સરકાર બનાવવા જેટલું સંખ્યાબળ છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લે તેવી પૂરી સંભાવના છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત