લોકસભાની ચોથા તબક્કામાં 13 મેના રોજ મહારાષ્ટ્રની 11 સહિત 96 બેઠકો પર મતદાન
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે અને 13 મેના દિવસે મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત દેશના નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 બેઠક પર મતદાન કરવામાં આવશે.
જે નવ રાજ્યોમાં 13 મેના રોજ મતદાન થવાનું છે તેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યમાં બધી જ અનુક્રમે 25 અને 17 બેઠક પર મતદાન કરવામાં આવશે, બિહારમાં 40માંથી પાંચ, ઝારખંડમાં 15માંથી 4, મધ્ય પ્રદેશમાં 29માંથી 8, મહારાષ્ટ્રની 48માંથી 11, ઓડિશાની 21માંથી ચાર, ઉત્તર પ્રદેશની 80માંથી 13, પશ્ર્ચિમ બંગાળની 42માંથી સાત અને જમ્મુ-કાશ્મીરની પાંચમાંથી એક બેઠક પર મતદાન કરવામાં આવશે. લક્ષદ્વીપ અને પુડુચેરીની એક એક બેઠક પર પણ મતદાન થશે.