લોકસભા ચૂંટણીઃ મધ્ય પ્રદેશના મંડલામાં ફરજ વખતે કર્મચારીને આવ્યો હાર્ટ એટેક
મંડલા (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા એક સરકારી કર્મચારીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેઓ પોલિટેકનિક કોલેજમાંથી ચૂંટણી સંબંધિત સામગ્રી એકત્ર કર્યા બાદ મંડલા લોકસભા મતવિસ્તારમાં તેમના ફરજના સ્થળે જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. બાદમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે આદિવાસી વિભાગમાં કામ કરતા મણિરામ કાંવરે (40)નું હાર્ટ અટેકથી નિધન થયું છે. તેઓ પોલિટેકનિક કોલેજમાંથી ચૂંટણી સંબંધિત સામગ્રી એકત્ર કર્યા પછી મંડલા (એસટી) લોકસભા મતવિસ્તારમાં જઈ રહ્યા હતા, જ્યાં તેઓને ફરજ સોંપાઇ હતી પછી રસ્તામાં તેમને હાર્ટ અટેક આવ્યો હતો. જ્યારે તેમને મંડલાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો : EVMમાં ગડબડી અંગે સુપ્રીમકોર્ટે ચૂંટણી પંચને તપાસ કરવા કહ્યું, જાણો શું છે મામલો
મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને સરકારી કર્મચારીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમના પરિવાર માટે 15 લાખ રૂપિયાની સહાયની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે અચાનક હાર્ટ અટેકના કારણે કાંવરેનું નિધન થયું છે.
અમે મંડલામાં આદિજાતિ વિભાગના અધિકારીઓને કાંવરેની પત્નીને અનુકંપાનાં ધોરણે નોકરી આપવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મંડલા બેઠક પર આવતીકાલે મતદાન થશે.