નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ પહેલી યાદી પછી બીજી યાદી બહાર પાડીને બહુજન સમાજવાદી પાર્ટી ચર્ચામાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી એક પછી એક પાર્ટી પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સહિત અન્ય પાર્ટી એક પછી એક પોતાની યાદી જાહેર કરે છે, જેમાં આજે ઉત્તર પ્રદેશની ટોચની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી (બસપ)એ સવારે અને રાત એમ બે યાદી જારી કરી છે. એ વાત ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. રાતે બીજી યાદીમાં જાહેર કરી હતી, જેમાં એક પણ મુસ્લિમ કેન્ડિડેટની જાહેરાત કરી નથી.

બહુજન સમાજવાદી પાર્ટીએ કુલ મળીને 25 ઉમેદવારની યાદી બહાર પાડી છે. બસપના રાષ્ટ્રીય મહાસચિવ મેવાલાલ ગૌતમે યાદી બહાર પાડી હતી, જેમાં સવારે 16 અને રાતના નવ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. પાર્ટીએ હાથરસ (હેમબાલુ ધનગર), મથુરા (કમલકાંત ઉપમન્યુ), આગરા (પૂજા અમરોહી), ફતેહપુર સીકરી (રામનિવાસ શર્મા), ફિરઝોબાદ (સતેન્દ્ર જૈન સૌલી), ઈટાવા (સારિક સિંહ બઘેલ), કાનપુર (કુલદીપ ભદૌરિયા), અકબરપુર (રાજેશ કુમાર દ્વિવેદી) અને જાલૌન (સુરેશ ચંદ્ર ગૌતમ) સીટનો સમાવેશ થાય છે.

પહેલી યાદીમાં 16 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જેમાં સહારાનપુરથી માજિલ અલી તો કૈરોનાથી શ્રીપાલ સિંહને ટિકિટ આપી છે. એના સિવાય અમરોહા સીટ પરથી મુઝાહિદ હુસૈનને ટિકિટ આપી છે, જ્યારે નગીનાથી સુરેન્દ્ર પાલ સિંહ તો મુરાદાબાદથી ઈરફાન સૈફીને ટિકિટ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button