નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024 update: બપોરે 1 વાગ્યા સુધી આટલું મતદાન, પૂર્વ ક્રિકેટર્સે કર્યું મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા હેઠળ દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અહેવાલો મુજબ બપોરે 1 વાગ્યા સુધી આ બેઠકો પર સરેરાશ 39.1% મતદાન નોંધાયું હતું. આસામમાં 46.31 ટકા, બિહારમાં 33.80 ટકા, છત્તીસગઢમાં 53.09 ટકા, જમ્મુમાં 42.88 ટકા, કર્ણાટકમાં 38.23 ટકા, કેરળમાં 39.26 ટકા, મધ્ય પ્રદેશમાં 38.96 ટકા, મહારાષ્ટ્રમાં 31.77 ટકા, મણિપુરમાં 54.26 ટકા, રાજસ્થાનમાં 40.39 ટકા, ત્રિપુરામાં 54.47 ટકા, યુપીમાં 35.73 ટકા અને પશ્ચિમ બંગાળમાં 47.29 ટકા મતદાન નોંધાયું હતું.

આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ મતદાન કરવા બેંગલુરુમાં મતદાન મથક પર પહોંચ્યા હતા. રાહુલ દ્રવિડ સામાન્ય જનતાની જેમ કતારમાં ઉભા રહ્યા હતા. વોટ આપ્યા બાદ રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દરેકે વોટ કરવો જોઈએ. આ અવસર લોકશાહીમાં જ મળે છે.

પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ તેમના પરિવારો સાથે બેંગલુરુમાં મતદાન મથક પર મતદાન કર્યું.

અભિનેતા આશુતોષ રાણાએ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમણે કહ્યું, હું દરેકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરું છું. તમારો મત આપવાથી તમારું ભાગ્ય અને ભવિષ્ય ઘડવામાં મદદ મળશે.

કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે કર્ણાટકના બેંગલુરુમાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, આ એક મોટો દિવસ છે. મતદાન એ આશા છે, ખાતરી નથી. આપણા દેશમાં સમસ્યાઓ વધી રહી છે.

Also Read: Lok Sabha Election Phase-2: 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, ક્રિકેટર રાહુલ દ્રાવિડે પણ કર્યું મતદાન

કર્ણાટકના ડેપ્યુટી મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે પોતાનો વોટ આપવા કનકપુરાના પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ કોંગ્રેસની ટિકિટ પર બેંગલુરુ ગ્રામીણથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button