નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024) છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજવવાનું છે. જે પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન(Pakistan) તરફથી સમર્થન મળવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) એ આ મુદ્દે જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી ભારતની છે અને ભારતની લોકશાહી ઘણી પરિપક્વ છે. તેમણે કહ્યું કે અહીં મજબૂત પરંપરાઓ છે અને ભારતના મતદારો પણ બહારની કોઈપણ ગતિવિધિથી પ્રભાવિત થતા મતદાતા નથી.

મને ખબર નથી કે કેટલાક લોકોને પાકિસ્તાન કેમ ગમે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખબર નથી કે શા માટે માત્ર થોડા જ લોકો એવા હોય છે જેમને અમારી સાથે દુશ્મની રાખતા હોય તેવા લોકો પસંદ છે. શા માટે થોડા જ લોકો એવા હોય છે જેમના સમર્થનમાં ત્યાંથી અવાજ ઉઠે છે. તેમણે કહ્યું કે હવે આ એક તપાસનો ગંભીર વિષય છે.\

Read More: Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે હું જ્યાં બેઠો છું ત્યાંથી મારે આવા વિષયો પર ટિપ્પણી કરવી જોઈએ, પરંતુ હું તમારી ચિંતા સમજી શકું છું. કેજરીવાલનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે પહેલા જે લોકો કહેતા હતા કે સોનિયા ગાંધીને જેલમાં નાખો, આને જેલમાં નાખો, હવે એ જ લોકો બૂમો પાડે છે.

પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કોંગ્રેસ- કેજરીવાલને સમર્થન આપ્યું

તાજેતરમાં જ દિલ્હીમાં લોકસભા ચૂંટણીના વોટિંગના દિવસે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં વોટ કરશે. જો કે, કેજરીવાલે ફવાદના નિવેદન પર તરત જ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં તેમની દખલગીરીની કોઈ જરૂર નથી અને તેમણે પહેલા પોતાના દેશની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

Read More: મોદીના પરમાત્મા નિવેદન પર રાહુલ ગાંધીનો ટોણોઃ એક દિવસ અદાણી માટે પણ…

છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન

થોડા દિવસો પૂર્વે પાકિસ્તાનના મંત્રી ફવાદે પણ કોંગ્રેસના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. જ્યારે દેશમાં હાલ લોકસભા ચૂંટણીના 7 તબક્કામાંથી 6 તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો