લોકસભા ચૂંટણી 2024: મતદાનમાં ‘Heat Wave’ કેટલી મુશ્કેલી ઊભી કરશે?
નવી દિલ્હીઃ ભારતમાં 19મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ રહ્યું છે. સાત તબક્કામાં યોજાનારી આ ચૂંટણીમાં છેલ્લા તબક્કા માટે પહેલી જૂને મતદાન થશે અને મતદાનનું પરિણામ ચોથી જુનથી જાણવા મળશે. આ મતદાન એપ્રિલ અને જૂન વચ્ચેના એવા સમયમાં થવા જઈ રહ્યું છે જ્યારે ભારતમાં ભયંકર ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. ભારતના ઘણા રાજ્યો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે.
ઘણી જગ્યાએ હીટ વેવની સ્થિતિ છે અને કેટલીક જગ્યાએ તો તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી ગયું છે એપ્રિલ અને જૂન મહિનામાં દેશભરમાં ગરમી હોય છે. એપ્રિલના અંતમાં દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૭ ડિગ્રી સુધી પહોંચી જાય છે.
નિષ્ણાતો પહેલેથી જ એવી ચેતવણી આપી ચૂક્યા છે કે આ વર્ષનો ઉનાળો સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ ઉનાળો રહેશે. આ સ્થિતિમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારતમાં એપ્રિલથી જૂન દરમિયાન તાપમાન સરેરાશ કરતા વધુ હશે અને ઘણા ભાગોમાં હીટ વેવ ની સ્થિતિ રહેશે.
ભારતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન કે નવી વાત નથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે આ વર્ષે ગરમીનું મોજું વધારે લાંબુ ચાલવાનું છે અને દિવસે સાથે સાથે રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કા 1926 એપ્રિલના યોજાયા છે જેમાં કુલ 191 બેઠકો પર મતદાન થવાનું છે આ પછી સાત 13 20 અને 25 મેના રોજ ચાર તબક્કામાં મતદાન થવાનું છે સાતમાં તબક્કાનો મતદાન પહેલી જૂને થશે. સીટોની વાત કરીએ તો મે મહિનામાં 296 લોકસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે અને એક જૂને 57 લોકસભાની સીટો પર ચૂંટણી યોજાય છે.
જો કે, ચૂંટણી ભલે પહેલી જૂને યોજાય પરંતુ રેલીઓ જાહેર સભાઓ કાર્યક્રમો અને ચૂંટણી સંબંધી તમામ પ્રવૃત્તિઓ મે મહિનામાં થશે આ રીતે 353 લોકસભા બેઠકો માટેની ચૂંટણી એવા સમયે યોજાશે જ્યારે દેશના ઘણા ભાગો તેમના સૌથી વધુ તાપમાન ની અસરમાંથી પસાર થઈ રહ્યા હશે. નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી માટેની મોટાભાગની રેલીઓ, રોડ-શો અને જાહેર કાર્યક્રમો સાંજના સમયે યોજાય તો લોકોને રાહત મળી શકે છે.
મે મહિનામાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, ગોવા, દિલ્હી અને હરિયાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહા,ર પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરની બેઠક માટે મે મહિનામાં ચૂંટણી આવશે. આ બધા રાજ્યો મેં અને જૂન મહિનામાં ભારે ગરમીનો અનુભવ કરે છે અને અહીં મહિનાનું સરેરાશ તાપમાન 41 થી 42 ડિગ્રી જેટલું હોય છે અને ક્યારેક તે વધીને ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જાય છે દેશમાં મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે તેથી સ્વાભાવિક રીતે જ તેની અસર ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા પર જોવા મળશે