લોકસભાની ચૂંટણી 2024: બીજેપીનું મિશન દક્ષિણ ભારત
પાંચ રાજ્યો, 129 બેઠકો, 120 કલાકનો એક્શન પ્લાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાતની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક વિપક્ષી દળો પણ તૈયારીઓમાં લાગી ગયા છે. રેલીઓ ચાલુ થઈ ગઈ છે. ઈન્ડિયા ગઠબંધનની મુંબઈમાં રવિવારે એક રેલી થઈ ગઈ છે. બીજી તરફ મિશન દક્ષિણ ભારતને સર કરવા માટે મોદીનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે.
બીજેપી પોતાના મિશન ‘અબ કી બાર, 400 પાર’ને પૂરો કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં બીજેપી 400 પાર ત્યારે જ કરી શકશે જ્યારે તેઓ દક્ષિણમાં પણ વિજય મેળવે ખાસ કરીને તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો
લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?
બીજેપીની કોશિશ છે કે આ રાજ્યોમાં બેઠકો વધારવાનો પ્રયાસ છે. આ પ્રયાસની શરૂઆત તો ચૂંટણીની જાહેરાત પહેલાં જ થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 77 દિવસોમાંથી 23 દિવસો દક્ષિણના રાજ્યોમાં વિતાવ્યા છે.
આંકડા પર ધ્યાન આપવામાં આવે તો દક્ષિણના રાજ્યોમાં લોકસભાની 129 બેઠકો છે. 2019માં આમાંથી બીજેપીને ફક્ત 29 બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે વિપક્ષે 100 બેઠક પર વિજય મેળવ્યો હતો.
કર્ણાટકમાં બીજેપીનો દેખાવ સારો હતો, જ્યાં 28માંથી 25 બેઠક પર વિજય મળ્યો હતો. તેલંગણામાં પણ 17માંથી ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો. તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં બીજેપીનું ખાતું પણ ખુલ્યું નહોતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણના ત્રણ રાજ્યોમાં વિજય મેળવવા માટે 120 કલાકનું મિશન હાથ ધર્યું છે. શુક્રવારથી તેમનું મિશન ચાલુ થયું હતું. રવિવારે આંધ્ર પ્રદેશના પલનાડુમાં તેમણે રેલી કરી હતી. તેમની બીજી રેલીનું આયોજન આજે તેલંગણાના જગતિયાલમાં કરવામાં આવ્યું હતું. થોડા સમ
15 માર્ચથી શરૂ થયેલા મિશન દક્ષિણ ભારત હેઠળ તેઓ પાંચ રાજ્યોની 129 બેઠક પર ભાજપને વિજય અપાવવાની ઝુંબેશ પર લાગ્યા છે.