નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: ભાજપ, બસપા બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારો કર્યા જાહેર

લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. આજે મંગળવારે ત્રણ રાજકીય પક્ષોએ એક પછી એક તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમ કે ભાજપે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી, આ યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ કર્યા છે.

ભાજપે રાજસ્થાનના દૌસાના સાંસદ જસકૌર મીણાની ટિકિટ રદ કરીને કન્હૈયા લાલ મીણાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કરૌલી ધોલપુરના સાંસદ ડૉ. મનોજ રાજૌરિયાની જગ્યાએ ઈન્દુ દેવી જાટવને ટિકિટ આપવામાં આવી છે. આ પછી માયાવતીએ તેમની પાર્ટી બસપાના ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં તેમણે ઉત્તરાખંડમાંથી 5 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

હવે આ બધા પછી કોંગ્રેસે તેના ઉમેદવારોની સાતમી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં છત્તીસગઢની સરગુજા સીટથી શશિ સિંહ, છત્તીસગઢના રાયગઢ સીટથી મેનકા દેવી સિંહ, બિલાસપુર સીટથી દેવેન્દ્ર સિંહ યાદવ, કાંકેર સીટથી બ્રજેશ સિંહ ઠાકુરને જ્યારે તમિલનાડુના મયિલાદિથુરાઈ સીટથી આર.સુધાને ટિકિટ આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button