ટોપ ન્યૂઝનેશનલ

Lok Sabha Election 2024 : લોકસભાની 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન શરૂ, બંગાળમાં ચૂંટણી પૂર્વે હિંસા, પીએમ મોદીએ મતદાન માટે અપીલ કરી

નવી દિલ્હી : દેશમાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો(Loksabha Election 2024 )પર સવારે 7 વાગ્યાથી મતદાન(Voting) શરૂ થઈ ગયું છે. સવારથી જ મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીના કારણે વહેલી સવારથી મતદાન માટે ધસારો જોવા મળ્યો હતો. આજે દિલ્હીની(Delhi) તમામ 7 બેઠકો સહિત 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં ઓડિશાની 6 સીટો, ઝારખંડની 4 સીટો અને જમ્મુ અને કાશ્મીરની એક સીટ પર લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ તબક્કામાં કુલ 11.13 કરોડ મતદારો 889 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

પીએમ મોદીએ મતદાન માટે લોકોને અપીલ કરી

પીએમ મોદીએ લોકોને લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરતા જણાવ્યું છે કે ” હું તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ 2024ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કરી રહ્યાં છે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. દરેક મત ગણાય છે, તમારો મત આપો! લોકશાહી ત્યારે ખીલે છે જ્યારે લોકો ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અને સક્રિય હોય છે. હું ખાસ કરીને મહિલા મતદારો અને યુવા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. “

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે હિંસા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા સામાન્ય બની ગઈ છે. જેમાં છઠ્ઠા તબક્કાના મતદાન પૂર્વે શુક્રવારે રાત્રે પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, તમલુક લોકસભા મતવિસ્તારના મહિષદલમાં ટીએમસી નેતા પર હુમલો કરવામાં આવ્યો અને પછી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. મૃતકનું નામ શેખ મૈબુલ જણાવવામાં આવ્યું છે. ટીએમસી કાર્યકતાઓ આ ઘટના અંગે ભાજપ પર આક્ષેપ મૂક્યો છે.

ગૌતમ ગંભીરે પણ મતદાન કર્યું હતું

ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે સ્વામી દયાનંદ સર્વોદય કન્યા વિદ્યાલય, ઓલ્ડ રાજીન્દર નગર ખાતે મત આપ્યો. મત આપ્યા બાદ તેમણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે દરેકે મતદાન કરવું જોઈએ કારણ કે તે આપણી શક્તિ છે. લોકશાહીને વધુ શક્તિશાળી બનાવવા માટે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે મહત્વપૂર્ણ છે.”

હરિયાણાના મુખ્યમંત્રીએ મતદાન કર્યું, તમામ 10 બેઠકો જીતવાનો દાવો

હરિયાણાના મુખ્ય મંત્રી નાયબ સિંહ સૈનીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, “હું હરિયાણાના લોકોને લોકતંત્રને મજબૂત કરવા અપીલ કરું છું અને તેઓ બહાર આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે. હરિયાણા તમામ 10 લોકસભા બેઠકો ભાજપને આપશે. સાથે જ તે કરનાલની એક વિધાનસભા બેઠક પણ આપશે. અમે પીએમ મોદીને વધુ મજબૂત કરીશું. “

આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

છઠ્ઠા તબક્કાના મતદાનમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદંબિકા પાલ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા, ભોજપુરી કલાકાર અને સાંસદ મનોજ તિવારી, ભોજપુરી ગાયક અને નિરહુઆ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ, કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ સિંહ ગુર્જર, કેન્દ્રીય પ્રધાન રાવ ઈન્દ્રજીત સિંહ, રાજ બબ્બર, ધર્મેન્દ્ર યાદવ, કન્હૈયા કુમાર, દીપેન્દ્ર હુડા સહિત અનેક દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા