નેશનલ

Lok Sabha Election Result: જેલમાંથી જીત્યા બે Candidates, કઈ રીતે કરશે કામ?

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Election Result) આવી ગયા છે, આ પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. INDIA ગઠબંધને NDAને મજબુત ટક્કર આપી, એવામાં ચોકવાનારી બાબત એ પણ છે કે જેલમાં બંધ બે ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ થયા છે. ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહ(Amritpal Singh) ઉપરાંત આતંકવાદી ગતિવિધિઓન આરોપસર પાંચ વર્ષથી તિહાર જેલમાં બંધ કાશ્મીરી નેતા અબ્દુલ રશીદે(Abdul Rashid) પણ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી, જીત બાદ ઘણા સવાલો ઉભા થયા છે.

ડિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે પંજાબના ખડૂર સાહિબથી ચૂંટણી જીતી હતી, જ્યારે શેખ અબ્દુલ રશીદે કાશ્મીરની બારામુલ્લા લોકસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. બંને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે અલગ-અલગ રાજ્યોની જેલમાં બંધ છે, બંને પર અત્યંત ગંભીર આરોપ છે. પરંતુ બંધારણ જેલમાં બેઠેલા લોકોને ચૂંટણી લડવાની પરવાનગી આપે છે તેથી બંને ચૂંટણી લડ્યા અને જીત્ય પણ ખરા, હવે સવાલ એ છે કે આગળ શું?

જેલમાં બંધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ લેવા માટે વચગાળાના જામીન અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવે છે. આવા ઘણા ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2020માં અલ્હાબાદ હાઈકોર્ટે BSP નેતા અતુલ રાયને સંસદ સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ આપ્યા હતા. સપા વિધાનસભ્ય નાહિદ હસનને વર્ષ 2022માં યુપીમાં વિધાનસભાના શપથ ગ્રહણ માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ દાખલાઓ મુજબ અમૃતપાલ અને રાશિદ બંનેને લોકસભાના સભ્યો તરીકે શપથ લેવા થોડા સમયમાટે જેલ માંથી મુક્તિ આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ચૂંટણી જંગમાં ઝંપલાવશે, ખડૂર સાહિબ સીટથી ઉમેદવારીની જાહેરાત

જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ, 18 વર્ષની ઉંમરનો અને યોગ્ય માનસિક સ્વાસ્થ્ય ધરાવતો કોઈપણ ભારતીય ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બની શકે છે. જેલમાં કે જ્યુડીશીયલ કસ્ટડીમાં હોય તેવા કેદીઓ પણ તેમાં સમાવેશ થાય છે. તેથી જ રાશિદ અને અમૃતપાલ સિંહને ચૂંટણી લડવાની પરવાનગી મળી હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અનુસાર, તમામ સાંસદો અને વિધાનસભ્યોમાંના લગભગ ત્રીજા ભાગના લોકો ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે 2013માં કહ્યું હતું કે જો સાંસદો અને વિધાનસભ્યો કોઈ અપરાધમાં દોષી સાબિત થાય છે, તો તેમણે તાત્કાલિક તેમના પદ છોડવા પડશે. આ નિર્ણયથી લોકો પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(4) વર્ચ્યુઅલ રીતે રદ કરવામાં આવી હતી, જેણે દોષિત સાંસદોને તેમની સજા સામે અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો.

આનો અર્થ એ થયો કે જો એન્જિનિયર રાશિદ અથવા અમૃતપાલ સિંહ તેમના આરોપોમાં દોષી સાબિત થશે, તો તેઓ તાત્કાલિક અસરથી લોકસભામાં તેમની બેઠક ગુમાવશે. તેનું સૌથી મોટું કારણ તેમના ગુનાની ગંભીરતા છે.

રશીદ UAPA હેઠળ જેલમાં છે. વર્ષ 2019માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ફંડિંગના આરોપમાં રાશિદની ધરપકડ કરી હતી. તેવી જ રીતે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ જેલમાં છે. બંને દેશની સુરક્ષાના ભંગ જેવા ગુના છે, જે સાબિત થાય તો મુશ્કેલ બની શકે છે.

જેલમાં બેઠા આરોપી ઓનલાઈન મીટિંગો કરી શકે છે અને નિર્ણયો લઈ શકે છે. જેલમાં બેઠેલા વિધાનસભ્યો અથવા સાંસદો તેમના પક્ષના વરિષ્ઠ સભ્યો, કાયદાકીય ટીમ અને પરિવારના સભ્યો દ્વારા સમસ્યાઓ સાંભળી અને સમજી શકે છે. પરંતુ, તેઓ સંસદના સત્રમાં ભાગ લઈ શકતા નથી. આ ઉપરાંત, તેઓ લોકો સાથે સીધો સંવાદ કરી શકતા નથી.

જુદી જુદી જેલોમાં મેન્યુઅલ હોય છે જે નક્કી કરે છે કે એક કેદી કેટલા લોકોને મળી શકે છે. તેનો સમય પણ નિશ્ચિત હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ