Loksabha election result: Rammandirની બેઠક જીતનારા સાંસદે કહ્યું કે…

અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં Loksabha election result પ્રમાણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને તે દેશમાં ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. યુપીમાં સપાએ 80માંથી 37 સીટો જીતી છે. જોકે અહીં ચર્ચામાં બે બેઠક ખાસ છે એક તો અમેઠી અને બીજી ફૈઝાબાદ. અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીની કારમી હાર થઈ છે તો ફૈઝાબાદ ચર્ચામાં છે કારણ કે આ લોકસભા વિસ્તારમાં રામ મંદિર જ્યા બન્યુ છે તે અયોધ્યા પણ આવે છે. આ બેઠક પર ભાજપની હાર હજુએ પચાવવી ભાજપ સમર્થકો માટે અઘરી બની ગઈ છે.
મોદી સરકારે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. પરંતુ જ્યારે ગત મંગળવારે પરિણામ આવ્યા ત્યારે ભાજપે આ બેઠક ગુમાવી હતી.
અહીંથી બે વખત સાંસદ રહી ચૂકેલા લલ્લુ સિંહ ભાજપ તરફથી મેદાનમાં હતા, જેમને સમાજવાદીના વરિષ્ઠ નેતા અવધેશ પ્રસાદે હરાવ્યા હતા. હારનું માર્જીન 50 હજારથી વધુ મતોનું હતું.
આપણ વાંચો…Ayodhyaમાં ભાજપ હારી ગયું તો ગાયક સોનુ નિગમ પર ભડક્યા લોકો, જાણો શું છે મામલો…?
ત્યારે એક ઈન્ટરવ્યુમાં અવધેશ પ્રસાદે કહ્યું છે કે હું ભાજપ સામે લડી રહ્યો ન હતો, તે લોકો હતા જેઓ ભાજપ વિરુદ્ધ લડી રહ્યા હતા. અમને દલિતો તરફથી મહત્તમ સમર્થન મળ્યું. ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ભાજપ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બનેલા રામ મંદિરનો શ્રેય લેવા માંગતી હતી. તેઓ મંદિરનો રાજકીય લાભ ઉઠાવવા અને લોકોને બેરોજગારી, ગરીબી, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દાઓથી દૂર રાખવા માગતી હતી.
હું ભાજપ સામે લડી રહ્યો ન હતો, તે લોકો હતા જે ભાજપ સામે લડી રહ્યા હતા. અમને સૌથી મોટો ટેકો દલિત ભાઈઓ પાસેથી મળ્યો જેઓ ભાજપની નીતિઓના વાસ્તવિક પીડિતો છે, દલિતોની સાથે અમને ઓબીસી અને લઘુમતીઓનું પણ સમર્થન મળ્યું. ખેડૂતોનો ટેકો અને તે ટેકો કોઈપણ જાતિથી પર હતો. ખેડૂતો રખડતા પ્રાણીઓથી પરેશાન હતા.
એક અહેવાલ પ્રમાણ રામમંદિર પ્રાંગણ બનાવવા માટે અનેક ગરીબ પરિવારોના ઘરો પર હથોડો મારવામાં આવ્યો હતો અને તેમનો રોષ પણ ભાજપને ભારે પડી ગયો હતો.