ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024: રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ મતદાન કર્યું, પુરીમાં EVM ખરાબ

નવી દિલ્હી: આજે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)ના છઠ્ઠા તબક્કા માટે મતદાન(Voting) થઇ રહ્યું છે, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર(Jagdip Dhankhar)એ પણ મતદાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મતદાનનો ઉપયોગ કર્યો હતો. વોટિંગ કર્યા બાદ તેમણે આંગળી પર શાહી બતાવતી, લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મત આપ્યા બાદ કહ્યું કે, “મતદાન એ જવાબદારી અને શક્તિ બંને છે. ભારત વિશ્વની સૌથી ગતિશીલ, સક્રિય અને અસરકારક લોકશાહી છે.”

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના બાળકો મિરાયા વાડ્રા અને રેહાન વાડ્રાએ પણ આજે મતદાન કર્યું હતું. બંને વોટ આપવા માટે દિલ્હીના લોધી એસ્ટેટ સ્થિત અટલ આઈડીયલ સ્કૂલ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીની દીકરી મિરાયાએ પહેલી વાર વોટ કર્યો છે.

મતદાન કર્યા પછી, રેહાન વાડ્રાએ કહ્યું કે, “હું માનું છું કે આ ચૂંટણીનું ઘણું મહત્વપૂર્ણ છે. હું તમામ યુવાનોને આપણા બંધારણની રક્ષા કરવા અને સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપવા માટે મતદાનમાં ભાગ લેવા અપીલ કરું છું.”

ઓડિશાના પુરી વિસ્તારના એક બૂથમાં EVMમાં ખામી સર્જાઈ છે. ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ આ માહિતી આપી છે, તેમણે અપીલ કરી છે કે અહીં મતદાનનો સમય થોડો વધારવો જોઈએ જેથી દરેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકે.

ભારતના વિદેશ પ્રધાન ડૉ એસ જયશંકરએ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું, તેઓ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા વાળા પહેલા પુરુષ મતદાતા હતા. મતદાન બાદ તેમણે કહ્યું, “મેં હમણાં જ મારો મત આપ્યો છે, અને મને આ બૂથ પર પ્રથમ પુરુષ મતદાર બનવાનો વિશેષાધિ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button