છઠ્ઠા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી લગભગ 11% મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની સાતેય બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધી પાંચ તબક્કામાં 543માંથી 428 બેઠકો પર મતદાન થયું છે. આ પહેલા પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું.
છઠ્ઠા તબક્કાના હાઇ પ્રોફાઇલ ઉમેદવારોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વિદેશ પ્રધાન એસ જયશંકર, મેનકા ગાંધી, મહેબૂબા મુફ્તી, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીર વગેરેનો સમાવેશ થાય છે. JKમાં મતદાન વચ્ચે મહેબૂબા મુફ્તી હડતાળ પર બેઠા હોવાની માહિતી મળી છે.
સવારે 9 વાગ્યા સુધી 10.82 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં દિલ્હીમાં 8.94 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 16.54% મતદાન જોવા મળ્યું હતું. ચૂંટણીના 6 તબક્કામાં 58 બેઠકો પર 11 કરોડથી વધુ મતદારો 889 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં બાકીની 57 બેઠકો પર મતદાન થશે. ત્યારબાદ 4 જૂને મતગણતરી થશે.