નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે, જેમાં સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાનીમાં ગઠબંધનનું ગઠન કર્યા પછી હવે સત્તા માટે એનડીએ એલાયન્સને કપરા ચઢાણ કરવાની નોબત આવી શકે છે.

પાંચમા તબક્કામાં 49 બેઠક સાથે અત્યાર સુધીમાં કુલ 428 બેઠક પર મતદાન થયું છે. હજુ પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળનું એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ સત્તામાં આવી શકે એવી ભાજપના નેતાઓ દાવો કરે છે, ત્યારે જાણીતા રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મોદી સરકારની વિશેષ કોઈ અસંતોષ નથી અને ના તો કોઈ મજબૂત વિકલ્પ નથી.

આ પણ વાંચો : Jammu Kashmir ને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે, અમે તેની પર અડગ છીએ : PM મોદી

પ્રશાંત કિશોર (પીકે)એ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ત્રીજી વખત સરકાર બનાવશે. ભારતીય જનતા પાર્ટી 2019ની 303 સીટની આસપાસ લાવી શકે છે અથવા એનાથી વધુ સીટ પર પણ જીતી શકે છે.

પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું હતું કે મને લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તામાં આવી શકે છે. ભાજપ માટે 370 સીટનો લક્ષ્યાંકના સવાલમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જો ભાજપ 275 સીટ જીતે છે તો તેમના નેતાઓ એવું નહીં કહે કે તેમની સરકાર નહીં બનાવે, કારણ કે તેમણે 370 સીટ જીતવાનો દાવો કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ બહુમતનો આંકડો પાર કરે છે કે નહીં એ જોવાનું રહેશે. આમ છતાં મને નથી લાગતું કે ભાજપને સત્તામાં આવવા માટે કોઈ જોખમ હોય.

પીકેએ વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં 370 અને 400 પાર કરવાની ચર્ચા થઈ રહી છે. આ ભાજપની રણનીતિ કહો કે પછી વિપક્ષની નબળાઈ પરંતુ ભાજપ પોતાના લક્ષ્યાંકને 272 બેઠકથી 370 પર શિફ્ટ કર્યું છે. આમ છતાં હવે કોઈ એમ કહી નથી રહ્યું કે મોદીજી હારશે. બધા લોકો કહે છે કે 370 સીટ મળશે કે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…