નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election 2024: વોટર આઈડી નથી? તેમાં ભૂલો છે? ગભરાશો નહીં તો પણ કરી શકશો મતદાન, ચૂંટણી પંચે કહી મહત્વની વાત

નવી દિલ્હી: ચૂંટણી પંચે (EC) કહ્યું કે મતદારો પાસે ઓળખ કાર્ડ (Voter ID Card) ન હોય તો પણ તેઓ અન્ય ઓળખ પત્ર બતાવીને મતદાન કરી શકશે. (Lok Sabha Election 2024 ) કમિશને રાજ્યોના ચૂંટણી અધિકારીઓને કહ્યું છે કે જો ઓળખ પત્ર દ્વારા કોઈ મતદારની ઓળખ થઈ જાય છે, તો તેને મતદાતા ઓળખ પત્રમાં કેલરીકલ અને જોડણીની ભૂલોને અવગણવી જોઈએ. અને ખાતરી કરવી જોઈએ કે કોઈ પણ મતદાર પોતાના મતદાનના અધિકારથી વંચિત ન રહે.

ચૂંટણી કમિશને એમ પણ કહ્યું કે અન્ય કોઈપણ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખ કાર્ડને ઓળખ માટે સ્વીકારવામાં આવશે જો મતદારનું નામ મતદાન મથકની મતદાર યાદીમાં હોય જ્યાં તે મતદાન કરવા ગયો હોય. ફોટો મેળ ખાતો ન હોવાના કિસ્સામાં, મતદારે ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી એક રજૂ કરવાનું રહેશે.

ગયા મહિને જાહેર કરાયેલા આદેશમાં, ચૂંટણી પંચે કહ્યું હતું કે જે મતદારો ઓળખ કાર્ડ રજૂ કરી શક્યા નથી, તેઓએ તેમની ઓળખ સ્થાપિત કરવા માટે ફોટો ઓળખ કાર્ડમાંથી એક રજૂ કરવું પડશે. આમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસમાંથી જારી કરાયેલ ફોટો સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય તરફથી જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ તરફથી આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડનો સમાવેશ થાય છે.

ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારો અથવા PSUsના કર્મચારીઓને જારી કરાયેલા ફોટા સાથેનું સેવા આઈ-કાર્ડ, સાંસદો, ધારાસભ્યો અને MLCને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ અને સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ચોક્કસ વિકલાંગતા આઈ-કાર્ડ સ્વીકારવામાં આવશે. તેમના ભારતીય પાસપોર્ટમાં વિગતોના આધારે મતદાર યાદીમાં નોંધાયેલા વિદેશી ભારતીયોની ઓળખ તેમના અસલ પાસપોર્ટના આધારે જ મતદાન મથક પર કરવામાં આવશે અને અન્ય કોઈ ઓળખ દસ્તાવેજ નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ