APનો વિધાનસભ્ય ભાન ભૂલ્યો તો મતદારોએ પણ ધોઈ નાખ્યોઃ વીડિયો વાયરલ
![mla slap voter andhra pradesh](/wp-content/uploads/2024/05/mla-slap-voter-andhra-pradesh-1.webp)
હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024 તેના ચોથા તબક્કામાં પહોંચી ગઈ છે. ચોથા તબક્કામાં આજે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે આધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે.
દરમિયાન આંધ્રપ્રદેશના એક ધારાસભ્યનો એક મતદારને થપ્પડ મારતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે મતદારે ધારાસભ્યને જોરદાર થપ્પડ પણ મારી હતી. આ ઘટના ગુંટુર જિલ્લાના એક મતદાન મથક પર બની હતી. જો કે લડાઈ શરૂ થાય તે પહેલા શું થયું તે સ્પષ્ટ નથી, પરંતુ મતદાર પર ધારાસભ્યના હુમલાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે.
આંધ્ર પ્રદેશની 25 લોકસભા અને 175 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. વાયએસ જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટીના ગઠબંધનનો સામનો કરી રહી છે.
YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અબ્દુલ હફીઝ ખાને કહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોની વિશે માહિતી મેળવી રહ્યા છે અને શાસક પક્ષને બદનામ કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેના ઘાયલ સમર્થકો અને કાર્યકરોના વિઝ્યુઅલ શેર કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે TDP સભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો.