નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Election Phase-2: 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, ક્રિકેટર રાહુલ દ્રાવિડે પણ કર્યું મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા હેઠળ 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધી 9.3% મતદાન નોંધાયું હતું. છત્તીસગઢ અને મણિપુરમાં 15%થી વધુ મતદાન નોંધાયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 7%થી વધુ મતદાન નોંધાયું હતું. ગત લોકસભા ચૂંટણી 2019 માં, સવારે 9 વાગ્યા સુધી આ 88 બેઠકો પર 10% થી વધુ મતદાન નોંધાયું હતું.

ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરા મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ આગળ જણાઈ રહ્યું છે. ત્રિપુરામાં 16.6 ટકા મતદાન થયું છે. યુપીમાં માત્ર 11.7 ટકા મતદાન થયું હતું. છત્તીસગઢમાં 15.4% મતદાન નોંધાયું છે. આસામમાં 9.15 ટકા, બિહારમાં 9.65 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 10.39 ટક, કર્ણાટકમાં 9.21 ટકા, કેરળમાં 11.9 ટકા, મધ્ય પ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.45 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા અને પશ્ચિમ બંગાળમાં 15.68 ટકા મતદાન નોંધાયું છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન તણાવ વધ્યો, ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણની ઘટના બની છે. હાલમાં ટીએમસી કાર્યકર્તાઓ બાલુરઘાટ પોલિંગ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળની બાલુરઘાટ સીટ પર બે કલાકમાં 140 ફરિયાદો નોંધાઈ છે. આ બેઠક પર ભાજપ અને ટીએમસી ટક્કર છે, જેને કારણે તણાવ વધી રહ્યો છે. ભાજપ અને ટીએમસી બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કર્ણાટકના બેંગલુરુમાં પોતાનો મત આપ્યો અને કહ્યું, “દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. લોકશાહીમાં આપણને આ અવસર મળે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button