નેશનલ

જીએસટીએટીના પ્રમુખ અને સભ્ય માટેની વયમર્યાદા વધારતા ખરડાને લોકસભામાં મંજૂરી

નવી દિલ્હી: જીએસટી અપેલેટ ટ્રીબ્યુનલ (જીએસટીએટી)ના પ્રમુખ અને સભ્યની વયમર્યાદા વધારવાને લગતા ખરડાને લોકસભામાં મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી.
ખરડો રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જે કરદાતાઓએ જીએસટીની માગણીઓની વિરુદ્ધ દેશની વિવિધ હાઈ કોર્ટમાં કેસ દાખલ કરેલો છે તેઓ કેસ પાછો ખેંચી શકે છે અને જીએસટી ટ્રીબ્યુનલની ખંડપીઠ એકવાર કાર્યરત થાય ત્યાર બાદ તેનો સંપર્ક સાધી શકે છે. ધ સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સને લગતા બીજા સુધારા ખરડા ૨૦૨૩ને લોકસભામાં ધ્વનીમતથી મંજૂરી આપવામાં આવી હતી.
આ ખરડામાં જીએસટીએટીના પ્રમુખપદ માટેની વયમર્યાદા અગાઉના ૬૭ વર્ષથી વધારીને ૭૦ વર્ષ અને જીએસટી અપેલેટ ટ્રીબ્યુનલના સભ્યની વયમર્યાદા અગાઉના ૬૫ વર્ષથી વધારીને ૬૭ કરવાની માગણી કરવામાં આવી હતી.
આડકતરા કરવેરા સંબંધિત બાબતો અંગે અપેલેટ ટ્રીબ્યુનલમાં ૧૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઍડવોકેટ જીએસટીએટીમાં જ્યૂડિશિયલ મેમ્બર તરીકે નીમવાને પાત્ર ઠરશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો