લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા અપોલો હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ફરી એકવાર દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. 96 વર્ષના ભાજપના નેતાની ડોક્ટરોની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. ગયા મહિને તેમની તબિયત લથડી હતી અને તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
2002 થી 2004 સુધી લાલકૃષ્ણ અડવાણી ભારતના નાયબ વડા પ્રધાન પદે રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 1999 થી 2004 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રી પણ રહ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની ગણના ભાજપને પાયાના અને સંગઠનાત્મક રીતે પોષણ આપનારા નેતાઓમાં થાય છે. આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
જો કે આ પહેલા જૂન અને જુલાઇ મહિનામાં પણ લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડવાને કારણે એઇમ્સ ખાતે (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. લાલકૃષ્ણ અડવાણીની યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીન સહિતના વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 27 જૂનના રોજ તેમને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. AIIMS હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અડવાણીને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.