નેશનલ

બેંગલુરુમાં એમેઝોન પાર્સલમાંથી જીવિત Cobra નીકળ્યો, વિડીયો વાયરલ

બેંગલુરુ : દેશમાં સતત વધી રહેલા ઓનલાઇન ખરીદીના ક્રેઝને આંચકો પહોંચાડે તેવી એક ઘટના સામે આવી છે.
બેંગલુરુમાં એક દંપતી ભયભીત થઈ ગયું જ્યારે તેમને એમેઝોન ડિલિવરીમાં Xbox કંટ્રોલરને બદલે બોક્સમાં જીવીત કોબ્રા(Cobra)જોવા મળ્યો. આ વીડિયોમાં કેપ્ચર થયેલી ચોંકાવનારી ઘટના છે. જેમાં ઝેરી કોબ્રા પેકેજિંગ ટેપમાં ફસાયેલો અને બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો. આ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો. તેની શરૂઆત લાલ ડોલમાં મૂકવામાં આવેલા એમેઝોન પેકેજથી થાય છે. કોબ્રાને એમેઝોન પ્રાઇમ લોગો સાથે ચિહ્નિત બ્લેક ટેપમાં ફસાયેલો અને બચવા માટે સંઘર્ષ કરતા જોઈ શકાય છે.

કોબ્રા ટેપના લીધે અટકી ગયેલો જોવા મળ્યો

આ સમગ્ર ઘટના મુજબ સરજાપુર રોડ પર રહેતી એક મહિલાને તેના Xbox કંટ્રોલરને બદલે જીવતો કોબ્રા મળી આવ્યો હતો. સદનસીબે કોબ્રા પેકેજિંગ ટેપના લીધે બહાર આવી શકયો ન હતો. જેથી તાત્કાલિક કોઈ ખતરો ન હતો. વિડિયોમાં એક ડોલમાં આંશિક રીતે ખોલેલું એમેઝોન પેકેજ બતાવવામાં આવ્યું છે જેમાં કોબ્રા ટેપના લીધે અટકી ગયેલો જોવા મળે છે.

પ્રત્યક્ષદર્શીઓની હાજરીમાં આખી ઘટના રેકોર્ડ કરી

આ ઘટનાને યાદ કરતાં સોફ્ટવેર પ્રોફેશનલ દંપતીએ જણાવ્યું કે, તેઓએ બે દિવસ પહેલાં એમેઝોન પરથી એક્સબોક્સ કંટ્રોલર મંગાવ્યો હતો અને પેકેજમાં એક જીવતો કોબ્રા મળ્યો હતો. તેણે કહ્યું કે ડિલિવરી પાર્ટનરએ પેકેજ સીધું અમને સોંપ્યું અને અમે પ્રત્યક્ષદર્શીઓની હાજરીમાં આખી ઘટના રેકોર્ડ કરી. દંપતીએ કહ્યું કે સદ્ભાગ્યે કોબ્રા પેકેજિંગ ટેપ સાથે અટવાઈ ગયો હતો અને તેણે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું.

ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું : એમેઝોન

કોબ્રા જે કર્ણાટકમાં જોવા મળતી અત્યંત ઝેરી પ્રજાતિ છે. તેને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો અને જાહેર વિસ્તારોમાંથી દૂર છોડી દેવામાં આવ્યો. આ ઘટનાના જવાબમાં, એમેઝોન હેલ્પએ ટ્વીટ કર્યું, “એમેઝોન ઓર્ડરથી તમને જે અસુવિધા થઈ તે વિશે સાંભળીને અમે દિલગીર છીએ. અમે તપાસ કરવા માંગીએ છીએ. કૃપા કરીને જરૂરી વિગતો અહીં શેર કરો અને અમારી ટીમ ટૂંક સમયમાં અપડેટ કરશે. ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…