નવેમ્બર મહિનાના બેંક હોલિડેઝનું લિસ્ટ જોઇ લેજો નહીં તો…
આપણામાંથી ઘણા લોકો બેંક સંબંધિત આપણું કામ કરવા માટે ઑફિસમાં રજા લેવાનું વિચારતા હોય છે એવામાં જો તમે રજા લો એ જ દિવસે બેંક હોલિડે આવી જાય તો રજા ફોગટ જાય છે. એવામાં આપણે દર મહિનાની શરૂઆતમાં બેંક હોલિડેઝનું લિસ્ટ જાણી લેવું મહત્વનું છે.
આગામી નવેમ્બર મહિનાના બેંક હોલિડેઝનું લિસ્ટ જોઇ લેજો તેથી તમને તમારી રજાનું પ્લાનિંગ કરવામાં મદદ મળશે. આરબીઆઈની વર્ષ 2023ના નવેમ્બર મહિના માટે બેંક રજાઓની યાદી આવી ગઇ છે. નવેમ્બરમાં શનિ-રવિની રજા સાથે કુલ 15 દિવસ બેંક બંધ રહેવાની છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2023ના નવેમ્બર મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે, જેથી તમે તમારા મહત્વપૂર્ણ કામની યોજના તે મુજબ કરી શકો.
1 નવેમ્બર – કન્નડ રાજ્યોત્સવ/કુટ/કરવા ચોથ (બેંગલુરુ, ઈમ્ફાલ, શિમલા)
10 નવેમ્બર – વાંગલા ફેસ્ટિવલ (શિલોંગ)
13 નવેમ્બર – ગોવર્ધન પૂજા/લક્ષ્મી પૂજા (દિવાળી) [ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, લખનૌ]14 નવેમ્બર – દિવાળી (બાલી પ્રતિપદા)/દીપાવલી/વિક્રમ સંવંત નવા વર્ષનો દિવસ/લક્ષ્મી પૂજા (અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ગંગટોક, મુંબઈ, નાગપુર)
15 નવેમ્બર- ભાઈબીજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દિવાળી)/નિંગોલ ચકકૌબા (ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ, શિમલા)
20 નવેમ્બર – છઠ (સવારે અર્ઘ્ય) [પટના, રાંચી]23 નવેમ્બર- સેંગ કુત્સ્નેમ (શિલોંગ)
27 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા (આઈઝોલ, બેલાપુર, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા)
30 નવેમ્બર- કનકદાસ જયંતિ (બેંગલુરુ)
આ ઉપરાંત મહિનાના ચાર રવિવાર અને 2 શનિવારે પણ બેંક બંધ રહેશે, જેને કારણે બેંકના કામકાજને વ્યાપક અસર થશે. તેથી તમારા કામ ઝડપથી પૂરા કરી લેજો.