નેશનલ

ડિસેમ્બર મહિનામાં આટલા દિવસ રહેશે બેંકો બંધ, જોઈ લો સંપૂર્ણ યાદી…

2023નો 11મો મહિનો પણ પૂર્ણતાને આરે પહોંચી ગયો છે અને અઠવાડિયામાં જ ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જો તમે બેંક સંબંધિત કામો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ડિસેમ્બર મહિનામાં વિવિધ કારણોસર બેંક 18 દિવસ માટે બંધ રહેશે. તમે પણ જો આ રજાઓનું લિસ્ટ જોઈને તમારા કામો પ્લાન કરશો તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. રજાઓ સિવાય બેંક કર્મચારીઓ દ્વારા છ દિવસની હડતાળ પોકારવામાં આવી હતી. આ ઉપરાંત શનિવાર-રવિવારની રજાઓ સાથે બેંકમાં 18 દિવસની રજા રહેશે.

અહીંયા તમારી જાણ માટે રે બેંક હોલિડે રાજ્ય અને પ્રદેશ અનુસાર અલગ અલગ હોય છે. જો તમે પણ ડિસેમ્બર મહિનામાં પણ બેંક સંબંધિત કામકાજ નિપટાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ બેંક હોલિડેની યાદી જોઈ લો-


પહેલી ડિસેમ્બર, 2023: રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બેંક બંધ રહેશે
ત્રીજી ડિસેમ્બર, 2023: રવિવારને કારણે બેંકો દેશભરમાં બેંકો બંધ રહેશે
ચોથી ડિસેમ્બર, 2023: ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફેસ્ટિવલ કારણે બેંકો બંધ રહેશે
નવમી ડિસેમ્બર, 2023: મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે
દસમી ડિસેમ્બર, 2023: રવિવારને કારણે બેંકો બંધ રહેશે
બારમી ડિસેમ્બર, 2023: મેઘાલયમાં પા-તોગન નેંગમિંજા સંગમાને કારણે બેંકોમાં રજા રહેશે
તેરમી ડિસેમ્બર, 2023: સિક્કિમમાં લોસુંગ-નામસંગને કારણે બેંકો બંધ રહેશે
ચૌદમી ડિસેમ્બર, 2023: સિક્કિમમાં લોસુંગ-નામસંગને કારણે બેંકો બંધ રહેશે
સતરમી ડિસેમ્બર, 2023: રવિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
અઢારમી ડિસેમ્બર, 2023: યુ સોસો થમની પુણ્યતિથિને કારણે મેઘાલયમાં બેંકો બંધ રહેશે
ઓગણીસમી ડિસેમ્બર, 2023: ગોવામાં ફ્રિડમ ડેના દિવસે બેંકોમાં રજા રહેશે
ત્રેવીસમી ડિસેમ્બર, 2023: મહિનાના ચોથા શનિવારને કારણે બેંકો બંધ રહેશે
ચોવીસમી ડિસેમ્બર, 2023: રવિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
પચ્ચીસમી ડિસેમ્બર, 2023: નાતાલને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત